કાલાવડના નિકાવામાં વરસાદી વીજળી પડવાથી બાંધેલો કુવો ધરાશાયી થયો

  • June 18, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ તાલુકાના નિકાવા ગામે વિરડીયા કેતનભાઇ લીંબાભાઈની વાડમાં ગત ૧૪ મી તારીખે સાંજે ચાર-સાડા વાગ્યા આસપાસ અચાનક વીજળી પડતાં આર.સી.સીનો બાંધેલો કૂવો ધરાસાઈ થયો ગયો હતો.


કાલાવડ રોડ ઉપર આવેલા અવધ નમકીનના કારખાનાની બાજુમાં કેતનભાઇ લીંબાભાઇ વિરડીયા વાડીએ બપોરના ચાર વાગ્યાની આસપાસ અચાનક વીજળી પડતા કૂવાને ફરતી બાંધેલી આર.સી.સીની રેલિંગ કુવાની અંદર ધરાસાઈ થઈ ગઈ છે.


મળતી વિગત અનુસાર હાલ કુવાની હાલત એટલી ભયાનક છે કે જો આજુ બાજુમાં રખડતા ઢોર કુવાની પાસે જાય તો માટી સાથે ઘસીને કુવામાં પડવાની શક્યતા રહેલી છે.


આ બનાવથી ખેડૂતને પાણીની મોટર, કેબલ તથા પાઇપ સહિત આર.સી.સી થી બાંધેલ કુવો ધરાશય થવાથી રૂપિયા પાંચેક લાખ જેવું નુકસાન થયું છે.

આવી અચાનક આવતી કુદરતી આપત્તિથી  ખેડૂતોને નુકસાન થતા હોય છે જેનું યોગ્ય વળતર સરકારશ્રી દ્વારા ચુકવણી કરાય તેવી માંગણી થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application