શેઠવડાળા નજીક ખેડુત પાસે દોઢ લાખના 10 લાખ વસુલતો વ્યાજખોર

  • July 13, 2024 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમીનના દસ્તાવેજમાં ચેડા કરી છેતરપીંડી આચરી : કલ્યાણપરના પિતા-પુત્રને મારી નાખવાની ધમકી : શખપર ગામના શખ્સ સામે ગુનો નોંધાયો


જામનગર શહેર, જીલ્લામાં વ્યાજ વટાવ અંગે પોલીસે ઝુંબેશ હાથ ધરી છે અને આ મામલે ફરીયાદો દાખલ કરવામાં આવી રહી છે, દરમ્યાન જામજોધપુરના કલ્યાણપર ગામમાં વ્યાજખોરનો મામલો સામે આવ્યો છે અને ઉંચા વ્યાજે આપેલ 1.40 લાખ અન્વયે 10 લાખ વસુલીને જમીનના દસ્તાવેજમાં ચેડા કરી વધુ 16 લાખની માંગણી કરીને ધમકી દીધાની શખપર ગામના શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.


જામજોધપુર તાલુકાના કલ્યાણપર ગામમાં રહેતી, ખેતીકામ કરતા આશિષ વલ્લભભાઇ વરસાણી (ઉ.વ.37) તથા તેના પિતાને સામાજીક તથા ખેતીવાડી કારણસર નાણાકીય જરીયાત ઉભી થતા આરોપી ઇશાક સંધીએ પોતાની પાસે નાણા ધીરધારનું લાયસન્સ ન હોય ા. 1.40 લાખ માસીક 3 ટકા એટલે કે વાર્ષિક 36 ટકાના ઉંચા વ્યાજદરે ફરીયાદીના પિતાને આપ્યા હતા.


ફરીયાદીના પિતાની કલ્યાણપુર ગામમાં જુના સર્વે નં. 219 પૈકી 1 જમીન હેકટર 0-81-95 જમીનનો વેચાણ દસ્તાવેજ તા. 25-3-2008થી 40 હજારનો જામજોધપુર રજીસ્ટર કચેરી ખાતે કરાવી લઇ અને આ નાણા પરત કર્યેથી દસ્તાવેજ આપી વચન વિશ્ર્વાસ આપ્યુ હતું, આ જમીન પર ધ્રાફા બેંક શાખામાંથી લોન મેળવી આ લોન ચાલુ હોવા છતા ફરીયાદીના પિતાના નામે ઉપરોકત જમીનનો વેચાણ દસ્તાવેજ તા. 14-2-2011 કિ. 1.40 લાખનો કરી આપી નો ડયુ સર્ટી નહીં આપી જમીન રેવન્યુ રેકર્ડ નહીં ચડવા દઇ તેમજ આ જમીનમાં પોતાના પરિવારના સભ્યોના નામ વારસદાર તરીકે ચડાવી લીધા હતા.


ઉપરાંત ફરીયાદીના પિતાને ઉંચા વ્યાજે આપેલ 1.40 લાખ અન્વયે વ્યાજ સહિત ા. 10.25 લાખ વસુલી લઇ ઉપરાંત ા. 16 લાખની માંગણી કરીને ફરીયાદી તથા સાહેદ સાથે વિશ્ર્વાસઘાત-છેતરપીંડી કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યો હતો.


આ બનાવ અંગે આશિષ વલ્લભભાઇ વરસાણી દ્વારા ગઇકાલે શેઠવડાળા પોલીસમાં શખપર ગામના ઇશાક તારમામદ સંધી અને તપાસમાં જે ખુલે તેની સામે આઇપીસી કલમ 406, 420, 506(2), બીએનએસ 316(2), 318(4) વિગેરે તથા ગુજરાત નાણા ધીરધાર અધિનીયમની કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પીએસઆઇ ગઢવી તપાસ ચલાવી રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application