રજવાડી કાળની રત્નજડિત સોનાની વાંસળી ઠાકોરજીને અર્પણ
દ્વારકાના પ્રખ્યાત જગતમંદિરમાં આજે એક અનોખો પ્રસંગ સંપન્ન થયો, જ્યાં વારીયા પરિવાર દ્વારા ઠાકોરજીને કિંમતી રત્નજડિત સોનાની વાંસળી અર્પણ કરવામાં આવી. મૂળ દ્વારકાના અને હાલ જામનગરમાં વસવાટ કરતા વારીયા પરિવારે તેમના સ્વજનની યાદમાં આ અનમોલ ભેટ આપી છે.
મધ્યાહ્ન સમયે વારાદાર પૂજારીઓ પ્રણવભાઈ અને હાર્દિકભાઈની હાજરીમાં આ વિશેષ અર્પણવિધિ યોજાઈ હતી. રજવાડા સમયની આ અમૂલ્ય વાંસળી હીરા-માણેક અને વિવિધ રત્નોથી મઢેલી છે, જે મંદિરની સમૃદ્ધિમાં વધારો કરશે.
વારીયા પરિવારના રાજેન્દ્રભાઈ, કલ્પેશભાઈ અને સુધીરભાઈના પરિવારજનોએ આ દિવ્ય અવસર પર ઠાકોરજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં સોનાથી મઢેલી કંકોત્રીએ ભક્તોનું ધ્યાન આકર્ષ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમે ભક્તિભાવપૂર્ણ વાતાવરણ સર્જ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech