જામનગરમાં પેટ્રોલ પંપની ઓફિસમાંથી ચોરી કરનાર ઝડપાયો

  • April 29, 2024 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરના લાખોટા તળાવની પાળે આવેલ પરિમલ ટ્રેડર્સ નામના પેટ્રોલ પંપની ઓફિસમાંથી બે શખ્સોએ રોકડા રૂપિયા ૩૫,૩૭૦ ની ચોરી કરી નાસી ગયા હતા.જે અંગે નોંધાયેલી ફરિયાદ નાં આધારે પોલીસે એક શખ્સ ને પકડી પાડયો છે.


જામનગર મા  શહેરના તળાવની પાળે આવેલા પરિમલ ટ્રેડર્સ પેટ્રોલ પંપ ગત તા. ૨૬ - ૪- ૨૪. ના રોજ મધરાતે દોઢ વાગ્યાના અરસામાં મોટરસાયકલ પર બે શખ્સો પેટ્રોલ પૂરાવવા માટે આવેલાં અને ચોકીદરે તેમને પેટ્રોલ પંપ બંધ છે. તેવું જણાવતા મોટર સાયકલની પાછળ બેઠેલા શખ્સે બાથરૂમ જવાનું કહી  પેટ્રોલ પંમાં અંદર આવી ઓફિસનું શટર થોડું ખુલ્લુ હોય તેમાંથી અંદર પ્રવેશ મેળવી લીધો હતો. ઓફિસના ટેબલના ખાનામાં રાખેલ રોકડ રૂપિયા ૩૫,૩૭૦ ની ચોરી કરી રફુચકકર થઈ ગયા હતાં.


આ બનાવ અંગે બીજા દિવસે પેટ્રોલ પંપ ના મેનેજર દિપકભાઈ છત્રાળાને ધ્યાને આવતાં સીસીટીવી ચેક કરતાં ચોરી થઇ હોવાનું ખૂલતાં તેમણે અજાણ્યા ચોર વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પોલીસ ને ચોરી નાં આ બનાવ અંગે આરોપી ની માહિતી મળી હતી.જેના અનુસંધાને ઈરફાન રશિદભાઈ દોદાઈ (૨૪) ને ઝડપી લીધો હતો.અને તેના કબ્જા માંથી રૂ.૩૫,૩૭૦ ની રોકડ કબજે કરી લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application