ખંભાળીયા નગરપાલિકા દ્વારા વિકાસ કાર્યોમાં શહેરમાં નગરપાલિકા બગીચા પાસે 45 લાખના ખર્ચે આધુનિક સગવડતા વાળો તથા સ્વિમિંગ કરવાની સાથે લોકો માટે ચેન્જ રૂમ સહિતની સગવડતા વાળો વિશાળ સ્વિમિંગ પુલ રૂા. 45 લાખના ખર્ચે બનાવાયો, જેનું લોકાર્પણ પણ રાજયમંત્રી મુળુભાઈ બેરાના હસ્તે થઈ ગયાને એકાદ વર્ષ થવા છતાં હજુ લોકાર્પણ થયેલા આ સ્વિમિંગ પુલનો ઉપયોગ લોકો કરી શકતા નથી, કેમ કે તે ચાલુ નથી.
આધુનિક સગવડતાવાળો આ સ્વિમિંગ પુલ તૈયાર થવાના દોઢેક વર્ષ પછી પણ ધૂળ ખાતાની સ્થિતિમાં છે, જો આવું જ રહ્યું તો નિર્માણ થયેલા પુલમાં તિરાડો પડી જાય કે નુકશાન થાય તો નવાઈ નહિ. ખંભાળીયામાં એકપણ સ્વિમિંગ પુલ હાલ ચાલુ નથી એકાદ છે તે પણ બંધ સ્થિતિમાં છે, ઘી નદીમાં હાલ ગાંડી વેલની સ્થિતિમાં લોકો નાહવા જતા નથી. ઘી નદીના કારણે 1940 થી 70 માં જન્મેલા મોટાભાગના રામનાથ ખામનાથ ઘી નદીમાં નાહવા જતા તરવાનું જાણતા હતા, પણ આજની પેઢી તરવાનું જાણતી નથી તેમના માટે આ સ્વિમિંગ પુલ ઘી નદીનો વિકલ્પ થઈ શકે તેમ છે પણ જો ચાલુ થાય તો...!?
કેટલાક નાગરિકો કટાક્ષમાં કહે છે, હાલ શિયાળો ચાલે છે ત્યારથી અમે રજુઆત કરીયે કે, હવે તો સ્વિમિંગ પુલ ચાલુ કરો કદાચ... ઉનાળો આવતા ચાલુ થઈ જાય, તો લોકોને આ સુવિધા મળે અને સરકારના લાખો ખર્ચાયા તે ઉપયોગી બને.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર મનપામાં જન્મ મરણ શાખામાં છેલ્લા 6 મહિનાથી એક આઇડી પર કામ....લોકોને પડી રહી છે ભારે હાલાકી
November 19, 2024 01:07 PMજામજોધપુર યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ
November 19, 2024 12:27 PMજામજોધપુર તાલુકાના ગીંગણી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડાયાબીટીસ દિવસની ઉજવણી
November 19, 2024 12:25 PMબેહિસાબ કમાણી સાથે કાઈલી જેનર બની ટોપ સેલિબ્રિટી
November 19, 2024 12:05 PMલાઈવ કોન્સર્ટમાં આયુષ્માન પર ડોલરવર્ષા
November 19, 2024 12:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech