વાહનમાં આવેલા બે અજાણ્યા શખ્સનું કારસ્તાન : સીસી ફુટેજ ચેક કરતી પોલીસ
જામનગર શહેરમાં મોબાઇલ ચોરીના બનાવો વધી રહયા છે દરમ્યાનમાં ખોડીયાર કોલોની ૮૦ ફુટ રોડ પર ચાલીને જઇ રહેલી વિધાર્થીનીના હાથમાથી ૧૨ હજારની કિંમતનો મોબાઇલ ઝુંટવીને નાશી છુટયાનો બનાવ સામે આવતા ચકચાર વ્યાપી છે આ અંગે બે શખ્સ સામે ફરીયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા સીસી ફુટેજ ચેક કરવા સહિતની તપાસ લંબાવવામાં આવી છે.
જામનગરના કોમલનગર શેરી નં. ૨માં રહેતી અંકીતાબેન અશોકભાઇ ચોપડા (ઉ.વ.૨૦) નામની વિધાર્થીની તા. ૩૧ના રોજ ખોડીયાર કોલોની ૮૦ ફુટ રોડ, મંદિર નજીક માર્ગ પરથી ચાલીને જતી હતી ત્યારે પાછળથી બે અજાણ્યા શખ્સો વાહનમાં આવીને તેના હાથમાં રહેલો રુા. ૧૨ હજારની કિંમતનો રીયલમી કંપનીનો ડબલસીમવાળો મોબાઇલ ફોન ઝુંટવીને નાશી ગયા હતા.
અંકીતાબેન દ્વારા આ બનાવ અંગે ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં બે અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા આજુબાજુના નજીકના સીસી ફુટેજ ચેક કરવા સહિતની તપાસ ચલાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવજન ઘટાડતી વખતે કયા ફળો ન ખાવા જોઈએ? જાણો શું કહે છે નિષ્ણાતો
March 01, 2025 05:00 PM'તમે સૂટ કેમ નથી પહેરતા?' પત્રકારે ઝેલેન્સકીને કપડાં અંગે સવાલ કરતા મળ્યો આ જવાબ
March 01, 2025 04:35 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું
March 01, 2025 04:30 PMદ્વારકા ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાઇ
March 01, 2025 04:25 PMવડાપ્રધાનના સ્વાગત માટે રિલાયન્સની અંદર જબરદસ્ત તૈયારી
March 01, 2025 04:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech