પૂર્વ રાજકોટને વધુ એક ભેટ: મોરબી રોડ ઉપર બનશે મનપાનો અદ્યતન પાર્ટી પ્લોટ, જાણો કઈ જગ્યાએ નિર્માણ થશે

  • June 04, 2025 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના સર્વાગી વિકાસ માટે મહાનગર પાલિકાએ છેવાડાના વિસ્તારમાં સુવિધા વધારવાનો પ્રારંભ કર્યો છે. જે અંતર્ગત સેન્ટ્રલ ઝોન અને વેસ્ટઝોન બાદ હવે ઇસ્ટઝોનમાં પ્લાટી પ્લોટ બનાવવાનો નિર્ણય લઇ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. જે અંતર્ગત મોરબી રોડ ઉપર 4.21 કરોડના ખર્ચે અદ્યતન પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે અને આ પાર્ટી પ્લોટ મનપાએ નિયત કરેલા સામાન્ય દરથી શહેરી જનોને ભાડેથી આપવામાં આવશે.


રૂ.4.21 કરોડના ખર્ચે અદ્યતન પાર્ટી પ્લોટ તૈયાર કરવામાં આવશે

મનપાના બાંધકામ વિભાગ માથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ વોર્ડ નં.4માં પાર્ટી પ્લોટ બનાવવાને મંજૂરી આપવામાં આવી છે અને ટ્રેન્ડર પ્રક્રિયા હાથ ધરાય છે. જે મુજબ વોર્ડ નં.4માં ટીપી સ્કીમ નં.12 ફાઇનલ પ્લોટ નં.94-95 પર રૂા.4.21 કરોડના ખર્ચે પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે સામાકાંઠા વિસ્તારમાં પ્રસંગો માટે કોમ્યુનીટી હોલ અનેક સ્થળે આવેલા છે. પરંતુ આ વિસ્તારના લોકો દ્વારા મનપા સચાલિત પાર્ટી પ્લોટ બનાવવાની માંગ ઉઠેલ જેના લીધે ટીપી વિભાગને આ વિસ્તારમાં પ્લોટ શોધવા માટેની દરખાસ્ત કરવામાં આવેલ જેના આધારે સૌથી વધુ વિકસીત મોરબી રોડ ઉપર ટીપી સ્કીમ નં.12ના ફાયનલ પ્લોટ નં.94-95ની પસંદગી કરવામાં આવી છે અને પાર્ટી પ્લોટનું ટ્રેન્ડર પ્રસિદ્ધ કરાયું છે. બાંધકામ વિભાગના જણાવયા મજુબ ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી જતા રોડ ઉપર એચ.પીના પેટ્રોલપંપની બાજુમાં આવેલ મનપાના વિશાળ પ્લોટ ઉપર રૂ.4.21 કરોડના ખર્ચે અદ્યતન પાર્ટી પ્લોટ તૈયાર કરવામાં આવશે.


રજિસ્ટ્રેશન સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે

બાંધકામ વિભાગે વધુમા જણાવેલ કે લોકોની માંગ મુજબ પાર્ટી પ્લોટ તૈયાર થશે આ પાર્ટી પ્લોટમાં લોન્જ તેમજ વર વધુ માટેના અલગ અલગ એસી રૂમ, ટોઇલેટ બાથરૂમ તથા રસોડા અને અન્ય ડેકોરેશન તૈયાર કરવામાં આવશે હાલ ટ્રેન્ડર પ્રસિદ્ધ કરેલ હોય કામગીરી પૂર્ણ થતા દરખાસ્ત તૈયાર કરી સ્ટેન્ડિગમાં મંજૂરી અર્થે મોકલવામાં આવશે ત્યારબાદ વર્ક ઓર્ડર આપી ઝડપથી પાર્ટી પ્લોટનું કામ પૂર્ણ કરી શહેરીજનો માટે ખુલો મુકી રજિસ્ટ્રેશન સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે. મહાપાલિકાની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે પાર્ટી પ્લોટનું કામ પૂર્ણ થઇ જશે અને લોકાર્પણ પણ થઇ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application