એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગર ખાતે "i-Hub" અમદાવાદનાં સહયોગથી 'આરોગ્ય ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સ તથા ઉદ્યોગસાહસિકતા' વિષય પર સિમેનાર યોજાયો

  • March 29, 2025 07:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તા.૨૯ માર્ચ, એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ, જામનગર ખાતે "i -Hub" અમદાવાદનાં સહયોગથી હેલ્થકેરમાં સ્ટાર્ટઅપ્સ તથા ઉદ્યોગસાહસિકતા વિષય પર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.બે સેશનમાં યોજાયેલ આ કાર્યક્રમમાં એમ.બી.બી.એસ.નાં વિધાર્થીઓ, પી.જી.ના વિધાર્થીઓ તથા સંસ્થા ખાતે ફરજ બજાવતા તજજ્ઞો મળી કુલ ૩૫૦ લોકો સહભાગી બન્યાં હતા. 



મેડિકલ તથા હેલ્થકેરમાં નવા રિસર્ચ થાય, નવી ટેકનોલોજીનો વિકાસ થાય, નવા સ્ટાર્ટઅપ ખોલી શકાય તેમજ ભવિષ્યમાં દર્દીઓને તેનો લાભ મળી શકે તે હેતુથી ઇનોવેશનના નોડલ ઓફિસર ડો.વિજય સાતાની અધ્યક્ષતામાં તથા તજજ્ઞ ડો.જીજ્ઞેશ વડગામાના સહયોગથી અ સમગ્ર કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.


​​​​​​​
i-Hub સંસ્થામાંથી આ પ્રોગ્રામમાં એક્સપર્ટ તરીકે કૃતિકા શર્મા, ડો.કર્ણવ પટેલ અને વત્સલ દીક્ષીતે હાજર રહીને પોતાના અનુભવો જણાવ્યા હતા.આ ઉપરાંત વર્ચ્યુઅલ માધ્યમથી ડો.રાધવેન્દ્ર ભાલેરાવે પણ તેઓના સ્ટાર્ટઅપ વિશે જાણકારી આપી હતી. તમામ વકતાઓએ આરોગ્ય ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સ તથા ઉદ્યોગસાહસિકતા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તદુપરાંત સંસ્થા ખાતે અભ્યાસ કરી રહેલા તબિબિ વિધાર્થીઓએ પણ તેઓ દ્વારા શરૂ કરવામાં આવેલ નવા સ્ટાર્ટઅપ અંગેના અનુભવો જણાવ્યાં હતા.


​​​​​​​
આ વિશેષ પ્રોગામ સંસ્થા ખાતેના વિધાર્થીઓ તથા તજજ્ઞોને મેડીકલ તથા હેલ્થકેરમાં ભવિષ્યમાં ખૂબ ઉપયોગી બની રહેશ તેમ ડીન તથા નોડલ ઓફિસરએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application