જામનગરમાં અંબર સિનેમા રોડ પર આજથી ૨૦ દિવસ પહેલાં એક સફેદ કલર ની કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને બાઇક સવાર માતા પુત્રને ગંભીર સ્વરૂપે ઘાયલ કરીને કાર ચાલક ભાગી છૂટ્યો હતો. જે કારચાલકને સીસીટીવી કેમેરા ની મદદથી પોલીસે શોધી કાઢ્યો છે, અને તેની અટકાયત કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના અંબર સિનેમા રોડ પરથી બાઇક પર પસાર થઈ રહેલા શાંતાબેન મહેશભાઈ કોટડીયા અને તેનો પુત્ર કે જેઓ આજથી ૨૦ દિવસ પહેલાં પુર ઝડપે આવી રહેલી એક કાર ના ચાલકે હડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં માતા પુત્ર બંનેને ગંભીર ઇજા થઈ હતી, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.
ઉપરોક્ત અકસ્માતના બનાવ અંગે જે તે વખતે અજ્ઞાત કારના ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ હતી. જે અકસ્માતના બનાવ બાબતે સિટી બી. ડિવિઝનના મયુર રાજસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, તેમજ હરદીપસિંહ જાડેજાએ જુદા જુદા સીસીટીવી કેમેરા ના ફૂટેજ નિહાળ્યા હતા, અને સફેદ કલરની કારના ચાલકને શોધી કાઢ્યો હતો. જે કારના ચાલક નું નામ રમીજ રફિકભાઈ સફિયા (ઉંમર વર્ષ ૧૯) અને પોલીસ હેડ ક્વાર્ટર્સ પાછળ શ્રીજી એનએક્સ એપાર્ટમેન્ટ ના રૂમ નંબર ૧૦૨ માં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.
જયાંથી પોલીસે કાર ચાલકને શોધી કાઢ્યો હતો, અને તેની પૂછપરછ કરતાં તેણે પોતાની જી. જે.૧૦ ડી.ઇ. ૪૭૭૩ નંબરની કાર સાથે નીકળીને અકસ્માત સર્જયો હોવાની કબુલાત આપી હતી. તેથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘનું 92 વર્ષની વયે નિધન
December 26, 2024 10:19 PMપૂર્વ PM મનમોહન સિંહની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ
December 26, 2024 09:12 PMરાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની કરોડોની મિલકત ટાંચમાં લેવાશે
December 26, 2024 08:56 PMઅમદાવાદમાં વાતાવરણમાં પલટો: અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, માવઠાની આગાહી
December 26, 2024 08:27 PMમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતોનું સ્થળ પર નિવારણ
December 26, 2024 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech