વાવડી પાસે દારૂ ભરેલી રીક્ષા રેઢી મળી: ૧.૫૫ લાખનો મુદ્દામાલ કબજે

  • November 27, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાવડી ગામમાં તથાગત સોસાયટી પાસે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન તાલુકા પોલીસે દા ભરેલી રીક્ષા ઝડપી લીધી હતી.પોલીસે રીક્ષામાંથી .૫૫,૫૬૦ ની કિંમતનો ૯૬ બોટલ દારૂ ઝડપી લીધો હતો.પોલીસે દા અને રીક્ષા સહિત કુલ .૧.૫૫ લાખનો મુદામાલ કબજે કરી અહીં દા ભરેલી રીક્ષા રેઢી મૂકી નાસી જનાર શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.વી.હીરપરાની રાહબરીમાં પીએસઆઇ કે.એચ.કારેણા તથા તેમની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી.દરમિયાન હેડ કોન્સ. હરપાલસિંહ જાડેજા,કોન્સ. જયપાલસિંહ સરવૈયાને એવી બાતમી મળી હતી કે,વાવડી ગામ પાસે તથાગત સોસાયટી શેરી નં.૧ પાસે રોડ પર રીક્ષામાં દારૂનો જથ્થો પડયો છે.જેથી તાલુકા પોલીસ મથકની ટીમ તાકીદે અહીં પહોંચી હતી.અહીં એક રીક્ષા રેઢી પડી હોય પોલીસે તેમાં તપાસ કરતા પાછળની સીટ પાસેથી અલગ અલગ બ્રાન્ડનો .૫૫,૫૬૦ ની કિંમતનો ૯૬ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દાનો આ જથ્થો અને રીક્ષા નં.જીજે ૩સીટી ૨૩૫૦ સહિત કુલ .૧,૫૫,૫૬૦ નો મુદામાલ કબજે કરી અહીં દારૂ ભરેલી રીક્ષા રેઢી મુકી નાસી જનાર શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દાના અન્ય દરોડામાં બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન મળેલી બાતમીના આધારે સતં કબીર રોડ પર ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે કોપર આર્કેડ કોમ્પ્લેક્ષ પાસેથી બાઇક ચાલક વિશાલ નટરવલાલ બોસમીયા(ઉ.વ ૩૮ રહે.શકિત ઇન્ડસ્ટ્રીયલ ઝોન સિધ્ધનાથ પાર્ક સતં કબીર રોડ રાજકોટ) ને શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ તેની પાસે રહેલી બેગ જોતા તેમાથી દારૂની બોટલ મળી આવી હતી.જેથી પોલીસે આ બાબતે પુછતા તે અભય નામના શખસ પાસેથી . ૩ હજારમાં દાની આ બોટલ લાવ્યાનું કહેતા પોલીસે દાની બોટલ આપનાર અભય સુરજભાઇ પાંડે(ઉ.વ ૨૩ રહે. દુગોલી માંડા ગામ યુપી હાલ માલીયાસણ) ને પણ ઝડપી લીધો હતો.પોલીસે દારૂ ની બોટલ અને બાઇક સહિત કુલ .૨૨,૩૦૦ નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.દા સાથે ઝડપાયેલો વિશાલ બોસમિયા એકાઉન્ટન્ટ હોવાનું જાણવા મળ્યું છે. જયારે અન્ય એક દરોડામાં થોરાળા પોલીસે રાજારામ સોસાયટી શેરી નં.૨ ગોકુળ આવાસ યોજના પાસેથી પ્રકાશ મનહરલાલ કાકુ(ઉ.વ ૪૮) ને .૧૭ હજારની કિંમતના ૩૪ બોટલ દારૂના જથ્થા સાથે ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ અંગે વધુ તપાસ પીએસઆઇ એમ.એસ.મહેશ્ર્વરી ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application