૭૨ બોટલ સહિત ૩.૩૩ લાખનો મુદામાલ જપ્ત : લતીપરમાં બાઇકચાલક દારુ સાથે ઝપટે ચડયો
જામનગરમાં સાંઢીયા પુલ નીચેથી કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો એલ.સી.બી. ની ટીમે પકડી પાડ્યો છે, અને જામનગરના એક શખ્સની અટકાયત કરી છે, જ્યારે દારૂના સપ્લાયર રાણાવાવના એક શખ્સને ફરારી જાહેર કર્યો છે. ઉપરાંત ધ્રોલના લતીપર રોડ પર બાઇકમાં ઇંગ્લીશ દારુની ૪ બોટલ લઇને નીકળેલા કૃષ્ણપુરના શખ્સને દબોચી લેવાયો હતો.
જામનગર એલસીબીના સંજયસિંહ વાળા, દિલીપ તલાવડીયા, કાસમ બ્લોચ તથા હિતેન્દ્રસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરના ગોકુલ નગરમાં રહેતો મનસુખ ઉર્ફે મનુભાઈ ઉકાભાઇ સિંગલ નામનો શખ્સ ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહ્યો છે, અને સાંઢીયા પૂલ નીચેથી પસાર થઈ રહ્યો છે, જે બાતમીના આધારે વોચ ગોઠવીને તેના કબજા માંથી ૭૨ નંગ ઈંગ્લીશ દારુની બાટલી, એક કાર નં. જીજે૩કેપી-૨૧૮૪ અને મોબાઈલ ફોન સહિત રૂપિયા ૩,૩૩,૮૦૦ની માલમતા કબજે કરી છે.
પોલીસની પૂછપરછ દરમ્યાન ઉપરોક્ત દારૂનો જથ્થો પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના હનુમાનગઢના બધા રબારીએ સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરી તપાસનો દોર રાણાવાવ સુધી લંબાવ્યો છે.
બીજા દરોડામાં ધ્રોલના લતીપર વિસ્તારમાં આવેલા કૃષ્ણપુરમાં રહેતા હેમત કુરજી તરપદા-પટેલ (ઉ.વ.૩૯)ને લતીપર રોડ પરથી મોટરસાયકલ નં. જીજે૧૧કે-૮૪૭૫માં ઇંગ્લીશ દારુની ૪ બોટલ લઇને નીકળતા ધ્રોલ પોલીસે દબોચી લીધો હતો અને દારુ અંગે પુછપરછ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech