જામનગરના ફરારી આરોપીને કોર્ટમાં હાજર થવા જાહેરનામું બહાર પડાયું

  • April 24, 2024 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની મેન્ટલ હોસ્પિટલના આરોપી ડૉ.હેમંત કુમાર સુરેન્દ્રરાય બૂચ, ઉ.વ.૭૧ ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૬૧ તથા ધી પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ ૫(૨) હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કર્યો છે અથવા ગુન્હો કર્યો હોવાનો શક છે તે ઉપરથી કાઢવામાં આવેલાં ધરપકડ વોરંટ પર એવા શેરો થઈ આવેલ છે કે સદરહુ આરોપી મળી આવતા નથી તે સદરહુ ફરાર થઈ ગયા છે અથવા વોરંટની બજવણી ન થાય  તે માટે સંતાતા કરે છે. આથી આરોપીએ તે ફરિયાદનો જવાબ આપવા  સ્પેશિયલ જજ તથા એડિશનલ સેસન્સ જજ જામનગર સમક્ષ હાજર થવા જહેરનામામાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application