ભાણવડ તાબેના મેવાસા ગામે રહેતા પરબતભાઈ કરસનભાઈ જોગલ નામના 52 વર્ષના આહિર આધેડને તેમના ખેતરમાં કામ કરતી વખતે હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર ગોપાલભાઈ પરબતભાઈ જોગલ (ઉ.વ. 21) એ ભાણવડ પોલીસને કરી છે.
ખંભાળિયા: અકળ કારણોસર કુવામાં પડી જતા પરપ્રાંતીય યુવતીનું અપમૃત્યુ
મધ્ય પ્રદેશ રાજ્યના રાયસીંગપુર ખાતેના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતી રમાબેન સાધુસિંહ ડાયરા નામની 21 વર્ષની યુવતી કોઈ અગમ્ય કારણોસર ભાતેલ ગામે પાણીના કૂવામાં પડી જતા તેનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મમતાબેન મુકેશભાઈ ચૌહાણ (ઉ.વ. 24, રહે. મૂળ રાયસીંગપુર) એ ખંભાળિયા પોલીસને કરી છે. જે અંગે પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, જરૂરી કાર્યવાહી કરી હતી.
પોસીત્રા ગામે ખેતરમાં વીજ કરંટના કારણે ભેંસનું મૃત્યુ: વાડી માલિક સામે ફરિયાદ
દ્વારકા તાલુકાના પોશીત્રા ગામે રહેતા જુસબભાઈ ઈશાકભાઈ ચાવડાની માલિકીની રૂપિયા 80 હજારની કિંમતની ભેંસને આ જ વિસ્તારમાં રહેતા ઈમરાન અબ્બાસ કુરેશી નામના શખ્સએ પોતાની વાડીના રાખવામાં આવેલા ઈલેક્ટ્રીક શોટમાં શોટ આપીને અથવા આગ સહિતના કારણે મૃત્યુ નીપજાવવા સબબ ઓખા મરીન પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
ખંભાળિયાના યુવાનને મારી નાખવાની ધમકી: ચાર સામે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે ગત તારીખ 13 ના રોજ રાત્રિના સમયે બોલેરો વાહનમાં આવેલા મોટા માંઢા ગામના રહીશ રણજીતસિંહ વકુભા જાડેજા, આનંદબા રણજીતસિંહ જાડેજા, મહિપતસિંહ રણજીતસિંહ જાડેજા અને રાજકોટ ખાતે રહેતા મયુરસિંહ ઝાલા નામના શખ્સોએ દિગ્પાલસિંહ હરેન્દ્રસિંહ વાઢેરને તેમના ઘરની બહાર બોલાવી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપીને એકબીજાની મદદગારી કર્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલ છે.
આરોપી મયુરસિંહ ઝાલા ફરિયાદી પરિવારની યુવતી સાથે દબાણથી લગ્ન કરવા માંગતો હોય, તેના અનુસંધાને ઉપરોક્ત બનાવ બન્યો હોવાનો પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં મહિલા સહિત તમામ ચાર શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
વાડીનારમાં વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો
વાડીનાર નજીકના ભરાણા ગામે રહેતા જીગર મહેન્દ્રભાઈ પોપટ નામના 23 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂની છ બોટલ તેમજ મોબાઇલ ફોન અને મોટરસાયકલ મળી કુલ રૂપિયા 37,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, પ્રોહી. એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
અન્ય એક કાર્યવાહીમાં કલ્યાણપુર તાલુકાના આશીયાવદર ગામના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહી અને ખાનગી કંપનીમાં સિક્યુરિટી વિભાગ નોકરી કરતા કિશોરસિંહ વિક્રમસિંહ જાડેજા નામના શખ્સને પોલીસે વિદેશી દારૂની ચાર બોટલ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 11,600 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
દ્વારકામાં નોટ નંબરનો જુગાર રમતા બે શખ્સો જોડાયા
દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાંથી પોલીસે અનિલ રામલખન નિષાદ અને ઇન્દ્રજીતસિંહ વિક્રમસિંહ વાઢેરને સ્થાનિક પોલીસે ચલણી નોટોના નંબર ઉપર એકીબેકીનો જુગાર રમતા ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationલાંચ કેસમાં FCI રાજકોટના અધિકારી સહિત બેને 3 વર્ષની સજા
November 19, 2024 11:41 PMહેલ્મેટ ફરજિયાત! યુનિવર્સિટીઓમાં દ્વિચક્રી વાહન ચાલકો માટે ડીજીપીનું ફરમાન
November 19, 2024 10:20 PMવિંછીયા-જસદણના 60 ગામોમાં ત્રણ દિવસ પાણી પુરવઠો રહેશે બંધ...જાણી લેજો તારીખ
November 19, 2024 08:11 PMયુક્રેને શરૂ કર્યો યુદ્ધનો નવો તબક્કો! રશિયા પર પ્રથમ વખત લાંબા અંતરની અમેરીકાની ATACMS મિસાઇલ છોડી
November 19, 2024 07:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech