@જામનગરના જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનિ, કે જેઓ ટ્રાફિકના પ્રશ્ને સતત ચિંતિત છે, ઉપરાંત અવિરત ટ્રાફિક ઝુંબેશ તેમજ નાઈટ કોમ્બિંગ કરીને ટ્રાફિક નિયમનનો ભંકારનારાઓ સામે કડક કાર્યવાહી કરાવી રહ્યા છે. જેના માટે જામનગર શહેર જિલ્લાનું પોલીસ તંત્ર છેલ્લા કેટલાક સમયથી સતત દોડતું રહ્યું છે.
જે કવાયતના ભાગરૂપે ગઈકાલે રાત્રે પણ પોલીસ વિભાગની મેગા ડ્રાઇવ યોજાઈ હતી. જામનગરના એસપી ડો. રવિ મોહન સૈનિ જામનગરના શહેરી વિસ્તારમાં અલગ અલગ પોઇન્ટ પર ફર્યા હતા, અને વાહન ચેકિંગની સમગ્ર કાર્યવાહીનું જાત નિરીક્ષણ કર્યું હતું .
જામનગર શહેરના ડીવાયએસપી જે એન ઝાલા, ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા, ઉપરાંત લાલપુરના આઈપીએસ અધિકારી શ્રી પ્રતિભા વગેરે અધિકારીઓને સાથે રાખીને નાઈટ કોમ્બિંગ હાથ ધર્યું હતું, તેઓની સાથે એલસીબી ની ટુકડી અને એસ.ઓ.જી ની ટિમ પણ જોડાઈ હતી.
ઉપરાંત અલગ અલગ પોલીસ સ્ટેશન ની ટીમ પણ ઝુંબેશ માં જોડાઈ હતી, અને શહેર જિલ્લામાં અનેક સ્થળો મોટા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ડાર્ક ફિલ્મ વાળી કાર ના ચાલકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી, અને તેઓની કારમાંથી ડાર્ક ફિલ્મને સ્થળ પર જ હટાવી લેવાઇ હતી, સાથો સાથ દંડકીય કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. તે જ રીતે ડ્રિંક એન ડ્રાઇવિંગ લાઇસન્સ વીના વાહન ચલાવવું, મોડીફાઇડ સાઇલેન્સર, સહિતના ટ્રાફિક નિયમન અંગેના અને કેસો કરવામાં આવ્યા હતા.
કેટલાક વાહનચાલકો દારૂનો નશો કરેલી હાલતમાં અને પોતાની કારમાં દારૂ રાખીને નીકળેલા મળી આવ્યા હોવાથી તેઓ સામે અલગથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જી.પી.એક્ટ ૧૩૫ હેઠળના ૪ કેસ કરવામાં આવ્યા હતા, જ્યારે એમ.વી. એકટ ૧૮૫ હેઠળ ૬ કેસ કરાયા હતા. ઉપરાંત એમ.વી. એકટ કલમ ૨૦૭ હેઠળ ત્રણ વાહનો ડીટેઇન કરાયા હતા.
ગઈ રાત્રિ દરમિયાન પ્રોહીબિશનના ૧૫ કેસ કરવામાં આવ્યા હતા, તેમજ એમ.વી. એકટ હેઠળ ૩૮ એન.સી. કેસ કરવામાં આવ્યા હતા, અને તે અનુસાર રૂપિયા ૪૪,૪૦૦ નો હાજર દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
સમગ્ર નાઈટ પેટ્રોલિંગ દરમિયાન કુલ ૧૦૦૭ વાહનો ચેક કરવામાં આવ્યા હતા, જ્યારે ૮૩ હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા વગેરેમાં ચેકિંગ કરાયું હતું. ૧૫ ફાર્મ હાઉસ ચેક કરાયા હતા.
૧૦૧ જેટલી વ્હાઇટલ ઇન્સ્ટોલેશનલ જાહેર જગ્યાઓ ચેક કરવામાં આવી હતી, અને કુલ ૧૧૬ શકમંદોને પણ ચકાસવામાં આવ્યા હતા. ઉપરાંત લિસ્ટેડ બુટલેગર જાણીતા જુગારી હિસ્ટ્રીસિટર, એમસીઆર વગેરે મળી કુલ ૯૮ લોકોને ચકાસવામાં આવ્યા હતા.
સાથોસાથ પાંચ લેન્ડિંગ પોઇન્ટ, અને ૨૨૬ જેટલા પેટ્રોલ પંપ, એટીએમ, અને ધાર્મિક સ્થળ વગેરેને ચેક કરવામાં આવ્યા હતા. ૪૨ જેટલા મજૂરોને ચેક કરી લેવાયા હતા, તેમજ ૭ જેટલી બંદર -જેટી વગેરે સ્થળે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
