ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રવકતા જયેશભાઇ વ્યાસે પત્રકારો, કાર્યકરો સાથે મીટીંગ કરીને લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી
નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વ સ્તરે અગ્રેષર બની રહ્યો છે, વિશ્વગુરુ બન્યો છે ત્યારે આગામી લોકશભા ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીના હાથ વધુ મજબૂત બનાવવા, અને તેમના દ્વારા કરાયેલ લોકહિતના કર્યો, વિકાશના કર્યો અંગેની માહિતી લોકો સુધી પહોંચાડવા તથા આગામી લોકશભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ૪૦૦+ સીટ મેળવે તથા ગુજરાતની ૨૬ સીટ ઉપર ૫ લાખથી વધુની લીડ પ્રાપ્ત થાય તેવા ઉદેશથી ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ (જામનગર-દેવભૂમિ દ્વારકા) ૧૨ લોકસભા મતક્ષેત્રની સંકલન બેઠક યોજાઈ.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રવક્તા જયેશભાઈ વ્યાસની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકસભા ચૂંટણી અનુસંધાને લોકસભા બેઠકના મીડિયા ઇન્ચાર્જ, વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ સાથે બેઠક આયોજિત કરવામાં આવેલ.
સમગ્ર ૧૨ લોકસભા મતવિસ્તારના મીડિયા ઇન્ચાર્જ તરીકે ભાર્ગવ ઠાકરને જવાબદારી સોંપવામાં આવેલ, (૭૯), જામનગર દક્ષિણ વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ દીપાબેન સોની, (૭૮), જામનગર ઉત્તર વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ વિજયસિંહ જાડેજા, (૭૭), જામનગર ગ્રામીણ વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ બાવનજી સંઘાણી, (૭૬), કાલાવડ વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ મુકેશભાઈ ડાંગરીયા, (૮૦) જામજોધપુર વિધાનસભા મીડિયા ઇન્ચાર્જ ધાર્મિક વસોયા, (૮૧), ખંભાળિયા વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ હિતેન્દ્રભાઇ આચાર્ય, (૮૨), દ્વારકા વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ દિવ્યેશ જટાણીયાને જવાબદારી સોંપવામાં આવેલ છે.
ભારતીય જનતા પાર્ટી શહેર કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી ડિબેટ પ્રવક્તા તથા ૧૨ લોકસભા મીડિયા પ્રભારી જયેશભાઇ વ્યાસ દ્વારા જામનગરના પ્રેસ- મીડિયા પ્રતિનિધિઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
આ કાર્યક્રમમાં ડિબેટ પ્રવક્તા જયેશભાઇ વ્યાસ, ભાજપ જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, ૧૨ લોકસભા સંયોજક ડો. વિનોદ ભડેરી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, અભિશેકભાઈ પટવા, ૧૨, લોકસભા મીડિયા ઇન્ચાર્જ ભાર્ગવ ઠાકર, (૭૯), જામનગર દક્ષિણ વિધાનસભા ના મીડિયા ઇન્ચાર્જ દીપબેન સોની, (૭૮), જામનગર ઉત્તર વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ વિજયસિંહ જાડેજા, (૭૭), જામનગર ગ્રામીણ વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ બાવનજી સંઘાણી, (૭૬), કાલાવડ વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ મુકેશભાઈ ડાંગરીયા, (૮૦) જામજોધપુર વિધાનસભા મીડિયા ઇન્ચાર્જ ધાર્મિક વસોયા, (૮૧), ખંભાળિયા વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ હિતેન્દ્રભાઇ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech