રાજકોટ બાબરાના મોટા દેવળીયા ગામના યુવાને ગોંડલના વાસાવડના શખસ પાસેથી પિયા ૧.૬૦ લાખ વ્યાજ લીધા બાદ એક લાખ ચૂકવી દીધા હતા. બાદમાં વ્યાજની રકમ ચૂકવી ન શકતા આરોપીએ તેની ઇકો કાર પડાવી લીધી હતી. જે અંગે યુવાને સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મની લેન્ડ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.મૂળ નવસારીના વતની અને હાલ બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે રહેતા અમન રહીમભાઈ જીનાણી (ઉ.વ.૨૯) નામના યુવાને સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલના વાસાવડ ગામના હનીફ ઉર્ફે કાળુ ઇસ્માઈલભાઈ સલાટનું નામ આપ્યું છે.યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મૂળ નવસારીના વતની છે તેની પત્નીએ તેના પર કેસ કર્યા બાદ તે પરિવાર સાથે મોટા દેવળિયા મામા અનવરભાઈ શેખાણીના ગામે રહેવા આવી ગયા હતા. વર્ષ ૨૦૧૯ માં યુવાન તથા તેના ભાઈ બંનેને દેવળિયા આવ્યા બાદ ધંધો ચાલુ કરવા માટે પિયાની જરિયાત હોય તેના મામા મારફત વાસાવડના હનીફ ઉર્ફે કાળુ પાસેથી ૨૦૧૯ ના ઓકટોબર માસમાં પિયા ૨૦,૦૦૦ વ્યાજે લીધા હતા ત્યારબાદ છ મહિના પછી ફરીથી પિયા ૨૦,૦૦૦ વ્યાજ લીધા હતા જેનું યુવાન દર મહિને .૧૮૦૦ વ્યાજ ચૂકવતો હતો.વર્ષ ૨૦૨૧ માં યુવાનની પત્ની સાથે છુટાછેડાનું નક્કી થતાં તેને ૩.૫૦ લાખ આપવાના હોય જેથી યુવાને નવસારી ખાતે મકાન સબંધી પાસે અઢી લાખમાં ગીરવે રાખ્યું હતું તેમજ બાકી રહેતા પિયા ૧ લાખ યુવાને પોતાના ભાઈ સલમાનની ઇકો ગાડી નંબર જીજે ૨૧ એએસ ૨૧૪૦ હનીફભાઈ સલાટ પાસે સિકયુરિટી પેટે રાખી એક લાખ વ્યાજે લીધા હતા અને એવું નક્કી થયું હતું કે, પૈસા ચૂકવી દીધા બાદ ગાડી પરત આપવાની રહેશે. યુવાને આરોપી પાસેથી લીધેલા કુલ પિયા ૧.૬૦ લાખનું મહિને . ૪,૮૦૦ વ્યાજ ચૂકવતો હતો વર્ષ ૨૦૨૩ ના પાંચમા મહિના સુધી અંદાજે પિયા એક લાખ જેટલું વ્યાજ આ હનીફભાઈને ચૂકવ્યું હતું. બાદમાં ગાડી પરત માંગતા તેણે કહ્યું હતું કે, તારા પિયા હજુ પુરા થયા નથી તું પિયા પુરા નહિ આપે. ત્યાં સુધી ગાડી પાછી નહીં મળે. જેથી યુવાને કહ્યું હતું કે મારે ગાડી ધંધાના કામે જોઈએ છે તમે પિયાના હા કરી આપો પરંતુ તેમ છતાં આરોપીએ ગાડી આપવાની ના કહી હવે ગાડી માંગીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખી તેવી ધમકી આપી હતી. યુવાન છેલ્લા અઢી વર્ષથી વ્યાજની રકમ ચૂકવી શકતો ન હોય જેથી આરોપીએ તેને ગાડી પરત ન કરતા અંતે યુવાને આ મામલે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી હનીફ સલાટ વિદ્ધ ધમકી અને મની લેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી...