સમાણા ગામમાં ભુલથી ઝેરી દવા પી લેતા યુવતિનો ભોગ લેવાયો
ખાવડી સીમ વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીની ક્ધસ્ટ્રકશન સાઇડના ત્રીજા માળે ફેબ્રીકેશનનું કામ કરતો શ્રમિક યુવાન નીચે પડી જતા ઇજા સબબ જી.જી. હોસ્પીટલમાં સારવારમાં ખસેડવામાં આવેલ જયાં મૃત્યુ નિપજયુ હતું જયારે સમાણા ગામમાં ભુલથી ઝેરી દવા પી લેતા આદીવાસી યુવતિનો ભોગ લેવાયો છે.
સિકકા ગામમાં રહેતા કમલેશ મુસાફરભાઇ વિશ્ર્વકર્મા (ઉ.વ.૨૭) નામનો શ્રમિક યુવાન ગત તા. ૨૩-૧૨-૨૩ના રોજ મોટી ખાવડી સીમ વિસ્તારમાં ખાનગી કંપનીની ક્ધસ્ટ્રકશન સાઇટના ત્રીજા માળે ફેબ્રીકેશનનું કામ કરતા હતા, જયાંથી નીચે પડી જતા લોહી લુહાણ અને બેભાન થઇ જતા તાત્કાલીક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ જયાં મૃત્યુ નિપજયુ હતું.આ બનાવ અંગે સિકકા પંચવટી સોસાયટીમાં રહેતા સતિષ જીતનારાયણ વિશ્ર્વકર્માએ ગઇકાલે મેઘપર પોલીસમાં જાણ કરી હતી જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.બીજા બનાવમાં જામજોધપુરના સમાણા ગામ વાડી ખાતે રહેતી ભારતીબેન પ્રેમજીભાઇ મંગોળ (ઉ.વ.૧૮) નામની ખેતમજુર યુવતિ ગત તા. ૨૮ના બપોરના પોતાનુ માથુ દુ:ખતુ હોય જેથી ભુલથી ઝેરી દવા પી લેતા જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી, જયાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયુ હતું. આ અંગે પ્રેમજીભાઇ દ્વારા ગઇકાલે શેઠવડાળા પોલીસમાં જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજજોની ચીજો પણ અસલામત, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના બે ફોનની ચોરી
January 30, 2025 11:25 AMહાલારના રઘુવંશી આગેવાન દ્વારા લગ્ન પ્રસંગમાં કુરીવાજોને આપી તીલાંજલી
January 30, 2025 11:24 AMનાના શહેરોમાં મોટા પ્રમાણમાં ભરતી કંપનીઓ આપી રહી છે આકર્ષક ઓફર
January 30, 2025 11:24 AMજામનગરમાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અરજદારોને 6.84 લાખની રકમ પરત કરાઇ
January 30, 2025 11:19 AMશાળા નં. ૨૪ દ્વારા ૭૬માં પ્રજાસતાક દિવસ ભવ્ય ઉજવણી
January 30, 2025 11:16 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech