રાજકોટ ગૌમાતા પ્રત્યે સન્માન અને રક્ષણની ભાવના સમાજમાં મજબૂત બને તે આજના સમયમાં અત્યંત આવશ્યક બની ગયું છે. આ જ હેતુને ધ્યાનમાં રાખીને ગૌ સન્માન આહ્વ ાન અભિયાન અંતર્ગત રાજકોટ સરઘર વલ ભભાઈ સ્ટેચ્યુ પાસે, બહુમાળી ભવન ચોક ખાતે એકત્ર થયા બાદ સૌ ગૌમાતાને રામાતા તરીકે ઘોપિત કરવા તથા ગૌહત્યા પર કડક કાયદા અમલમાં આવે તે માટે મામલતદારને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે.
ગૌમાતાને રામાતા તરીકે જાહેર કરવાની માંગ લાંબા સમયથી દેશભરમાં ઉઠી રહી છે. ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાવવા અને ગૌસંવર્ધન માટે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે તે માટે પણ સમાજના વિવિધ વર્ગો દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. ગૌસેવા અને જીવદયા દ્વારા માનવતાના મૂલ્યોને મજબૂત બનાવવાનો સંદેશ આ અભિયાનનો મુખ્ય હેતુ છે. ગૌમાતા ભારતીય સંસ્કૃતિ, કૃષિ વ્યવસ્થા અને આધ્યાત્મિક પરંપરાનો અભિન્ન હિસ્સો રહી છે. ગૌમાતા માત્ર ધાર્મિક આસ્થા નથી, પરંતુ પર્યાવરણનું સંતુલન, માનવ આરોગ્ય અને ગ્રામ્ય અર્થતંત્ર સાથે સીધી રીતે જોડાયેલી એક મહત્વપૂર્ણ કડી છે. ત્યારે રાજકોટના પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ, શંકર મહારાજ, પૂર્વ
કેન્દ્રીપ મંત્રી ડો.વલ ભભાઈ કથીરિયા, કિશનભાઈ દવે, ચંદ્રેશભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, વસંતભાઈ લીંબાસીયા, ડો. હિતેષ જાની, સ્વામી અચ્યુતાનંદજી, ધીરેન્દ્ર કાનાબાર, પ્રભાતભાઈ ડાંગર, ગોંડલ રોડ પર આવેલ સ્વામીનારાયણ ગુરુકુળના સંતો, કાંતિભાઈ પટેલ (સહજાનંદ ગૌશાળા), તુલસીભાઈ (રાધે રાધે ગૌશાળા), ગોકુલ ગૌશાળા, રાધેશ્યામ ગૌશાળા, રામદેવ ગૌશાળા (લાપાસરી), વેલનાથ ગૌશાળા (બેડી), સંતોપી ગૌશાળા (રામપર), બજરંગ ગૌશાળા(નવાગામ), બાળકલાકાર શૌર્ય કાકરેચા અને સાધુ-સંતો, ગૌભકતો, ગૌશાળાઓ સાથે જોડાયેલા કાર્યકરો સહિતના ૩૦૦ લોકો આવેદન આપતા સમયે જોડાયા હતા. રાજકોટમાં ગૌ સન્માન આહ્વ ાન અભિયાન અંગેની વિશેષ માહિતી માટે મો.નં. ૯૭૨૫૨ ૧૯૭૬૧ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.