જામનગર જિલ્લાના જોડિયા ખાતે આજરોજ તારીખ : ૧ / ૨ / ૨૫ ને શનિવારના રોજ મૂળ જોડિયાના હાલ દુબઈ સ્થિત મહમદ યુસુફ દાઉદ જુમાણી - જુમાણી પરિવાર દ્વારા આજે ૨૫ મુસ્લિમ દપંતી અને ૧૬ હિન્દુ દપંતીના સમૂહ લગ્ન રંગે ચંગે ધામધૂમથી શરણાઈના શુરો વચ્ચે યોજાયેલ હતા આ પ્રસંગે હિન્દુ સમાજના ધર્મગુરૂ મહામંડલેશ્વર પૂજ્ય સંત અવધેષબાપુ ( કૂનડીયા હનુમાન ) હાજર રહીને નવદપંતીને આશીર્વાદ પાઠવેલ હતા તેમજ મુસ્લિમ સમાજના ધર્મગુરૂ પીર તરીકે સેયદ હાજી તાહેરબાપુ ( જેતપુરવાળા ) હાજર રહેલ હતા.
આ ઉપરાંત અતિથિવિશેષ તરીકે કેબિનેટ મંત્રી રાધવજીભાઈ પટેલ, પાર્થભાઈ સુખપરીયા, યજમાનદાતા મહમદ યુસુફ દાઉદ જુમાણી તથા જુમાણી પરિવાર તથા હાજી ઈબ્રાહીમ હાજી જુસબ સોપારીવાળા એમ, કે, બ્લોચ, ભીખુભાઈ વારોતરીયા, ઘરમસીભાઈ છનીયારા, ચદ્રિકાબેન અધેરા, ભગુભાઈ વાંક, ચિરાગભાઈ વાંક, શનિભાઈ વડેરા,અશોકભાઈ વર્મા, ફારૂક મહમદ યુસુફ નાગાણી, જેઠાલાલ અધેરા, તેમજ મમતાબેન જોષી, ભરતભાઈ ગણાત્રા, ભરતભાઈ ઠાકર વગેરેએ કાર્યક્રમનું સંચાલન કરેલ હતુ સમૂહ લગ્નના પાવન રૂડા અવસરે અનેકવિધ મહાનુભાવો, જોડિયાના નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.