એસ.બી. શર્મા પબ્લીક સ્કૂલમાં ભારત શ્રેષ્ઠ ભારત એન્યુઅલ ડેની ભવ્ય ઉજવણી

  • February 21, 2024 11:24 AM 

તા. 15/02/2024 ગુરુવાર ના રોજ એસ બી શમર્િ પબ્લિક સ્કૂલ દ્વારા એન્યુઅલ ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આશરે 500 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અને 24 જેટલી કૃતિયો બાળકોએ રજુ કરી હતી કાર્યક્રમ નો થીમ એક ભારત શ્રેષ્ઠ ભારત હતું જેમાં વિદ્યાર્થીઓ એ ગણેશ વંદના, નવરસ, ફ્રીડમ ફાઈટર, ફની ડાંસ, રામાયણ, શબરી અને હનુમાન ચાલીસા ના નૃત્ય રજુ કાર્ય હતા. આસામી, બેંગોલી, ડાન્સ પણ હતા. યોગા નૃત્ય પણ રજુ કર્યું હતું સેવ વોટર અને સેવ ટ્રી જેવા ડાન્સ પણ નાના બાળકો એ રજુ કાર્ય હતા. બાગબાન પેરન્ટસ નું મહત્વ શું છે તેવા એક્ટ વિથ ડાન્સ રજુ કાર્ય હતા. વુમેન એમ્પાવર્મેન્ટ, ઉરી એક્ટ, તલવાર રાસ, ભાંગરા, પંજાબી ડાન્સ, ઈસરો ચંદ્રયાન 3 અને ગરવી ગુજરાત ના ગરબા પણ રજુ કયર્િ હતા. કાર્યક્રમ માં આશરે 1500 થી 2000 વાલીયો હાજરી આપી હતી. તમામ સ્કૂલો ના પ્રિન્સીપલ પણ હાજરી આપી હતી. ભારતીય જનતા પાર્ટી મા પૂર્વ રાજ્ય મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા (હકુભા) એ કાર્યક્રમ માં હાજરી આપી બાળકો ને ઉત્સાહ વધાર્યો હતો.


પૂર્વ ભાજપ શહેર પ્રમુખ હસમુખ હિંડોચા, યુનુસ સમા, બ્રમ્હ સમાજ ના અગ્રણી નીખીલ ભાઈ ભટ્ટ તેમજ મહિલા પાંખ ના હોદેદારો એ પણ હાજરી આપી હતી. જામનગર ના જયેશભાઈ પારેલિયા તેમજ મીડિયા પ્રેસ ના મેહમાનો પણ ઉપસ્થિત હતા. કાર્યક્રમ નો સમય 6 થી 10 વાગ્યા સુધી ચાલ્યો હતો. એસ. બી શમર્િ ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી શિવ સાગર શમર્,િ ડાયરેક્ટર પ્રતિક શમર્િ પણ હાજરી આપી હતી.


સમગ્ર કાર્યક્રમ નો આયોજન ડો પૂજા શમર્િ પ્રિન્સીપલના દ્વારા કરવામાં આવ્યું હતું. સ્કૂલ ના તમામ સ્ટાફનો સહયોગ થી કાર્યક્રમ સફળ રહ્યો હતો. વાલીઓ એ પણ ખૂબ ખૂબ સફળતા પૂર્વક કાર્યક્રમને નિહાળ્યો હતો અને વખાણ કાર્ય હતા. એસ.બી. શમર્િ પબ્લિક સ્કૂલ બાળકોને સર્વાંગી વિકાસમાં હર હમેશા આગલું સ્થાન ધરાવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application