જામનગરમાં એક સાથે 1008 ગોયણીનો ઉત્સવ

  • May 27, 2024 11:06 AM 

એકે છંદે બીજે છંદે, ત્રીજે છંદે દોરી,ચોથે છંદે રમે,રાની રાંદલ ગોરી:


જામનગરની શ્રી નારી ગુંજન ક્લબ દ્વારા રવિવારે રાંદલ માતાજીના 144 લોટા ઉત્સવ અંતર્ગત 1008 ગોયણીઓનુ પૂજન અર્ચન કરીને ભાવપૂર્વક જમાડવામાં આવી હતી.


આ પૂર્વ ચંદ્રીકાબેન તથા હોદેદારો દ્વારા રાંદલ માતાજીના સ્વરૂપ તેમજ ભગવાન વિશ્વકમર્િ સ્વરૂપનું શાસ્ત્રોક્ત વિધીથી મહેશભાઈ જોશી દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.જેમા બહોળી સંખ્યામાં બહેનો પરિવારજનો સાથે ઉપસ્થિત રહીને માં રાંદલના ગુણગાન ગાયને પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.


સાંજે 6 થી 9 દરમ્યાન હર્ષિદા ગરબા મંડળ દ્વારા ગરબા,છંદ,દુહા, આખ્યાનનો પણ કાર્યક્રમ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે જ યોજાયો હતો.શ્રી નારી ગુંજન ક્લબના સભ્ય બહેનો દ્વારા ધાર્મિક વાતાવરણમાં ભક્તિ સાથે સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application