યુવાન સહિત બેને ગંભીર ઇજા કર્યાની ફરીયાદ
શેઠવડાળાના સમાણા ચેકપોસ્ટ રોડ પર ત્રણ દિવસ પહેલા ડમ્પરે બાઇકને હડફેટે લેતા યુવાન સહિત બે ને શરીરે ગંભીર ઇજા પહોચાડી હતી જેમાં ડમ્પર ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામજોધપુર તાલુકાના બાવરીદળ ગામમાં રહેતા ગોગન ગોપાલભાઇ ખાંભલા (ઉ.વ.૩૭) એ શેઠવડાળા પોલીસમાં ડમ્પર નં. જીજે૧૦ઝેડ-૮૬૪૯ના ચાલક સામે ફરીયાદ કરી હતી.
ગત તા. ૩૧-૧૨-૨૩ના રોજ સમાણા ચેકપોસ્ટ રોડ પર આરોપીએ પોતાના કબ્જાનું ડમ્પર પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરીયાદીના ડીસ્કવર બાઇક નં. જીજે૧૦બીએન-૨૭૬૭ને પાછળથી હડફેટે લીધુ હતું આ અકસ્માતમાં ફરીયાદી ગોગનભાઇ તથા માનસીબેનને બાઇક સહિત નીચે પછાડી દીધા હતા.
જેમાં ફરીયાદીને ગોઠણના ભાગે ગંભીર ઇજા અને માનસીબેનને માથાના ભાગે ફ્રેકચર તથા હેમરેજ જેવી ઇજા પહોચાડી હતી, ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech