મેઘપર ગામમાં ડીગ્રી વગરનો ડોકટર ઝપટે ચડયો

  • February 15, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસઓજીનો દરોડો : દવા સહિતનો મુદામાલ કબ્જે લેવાયો

જામનગર પંથકમાં ડીગ્રી વગરના ડોકટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની ફરીયાદો ઉઠતા એસઓજી દ્વારા આ દિશામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે, અત્યાર સુધીમાં જુદા જુદા વિસ્તારોમાંથી બોગસ ડોકટરોને પકડી પાડી કાર્યવાહી કરી છે ગઇકાલે મેઘપર ગામમાંથી વધુ એક ડીગ્રી વગરનો ડોકટર મળી આવ્યો હતો.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જીલ્લામાં ચાલતી અસમાજીક પ્રવૃતી કરતા ઇસમો વિરુઘ્ધ અસરકારક કામગીરી કરવા સુચના કરતા જે અંગે એસઓજીના પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ એલ.એમ.ઝેરના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એસઓજીના દિનેશભાઇ સાગઠીયા, હર્ષદભાઇ ડોરીયા તથા તોસીફભાઇ તાયાણીને બાતમી મળેલ કે મેઘપર ગામની પતરા માર્કેટમાં મનજીત  શ્યામપ્રદ હલદાર (ઉ.વ.૨૯) નામનો ઇસમ મેડીકલ ડોકટરને લગતી ડીગ્રી ધરાવતા ના હોવા છતા ઇસમ દવાખાનુ ખોલી દર્દીઓને તપાસી અલગ અલગ પ્રકારની દવાઓ તેમજ ઇન્જેકશનો આપી તેમજ બાટલા ચડાવી પૈસા વસુલ કરે છે.
તેવી હકીકત આધારે રેઇડ કરી મુળ પશ્ર્ચિમ બંગાળના નોદીયા જીલ્લાના કમાલપુરના વતની અને હાલ મેઘપરમાં રહેતા મનજીત હલદારના કબ્જામાથી જુદી જુદી કંપનીની દવાઓ, બાટલા, ઇન્જેકશન, સ્ટેથોસ્કોપ, બીપી માપવાનું સાધન વગેરે મળી કુલ ૪૫૪૭નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુઘ્ધ મેઘપર પોલીસે મેડીકલ પ્રેકટીશનર્સ ૧૯૬૩ની કલમ ૩૦ તથા આઇપીસી કલમ ૩૩૬ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application