યુવતીએ પ્રેમ સંબંધ બાંધી અનેકવાર પૈસા પડાવ્યા પછી દુષ્કર્મ અંગે કરેલી રાવ : ભોગ બનનાર યુવાનના કાકાએ યુવતી અને તેના પતિ સહિત ૩ સામે ફરિયાદ નોંધાવી
જામનગરના એક યુવાનને હનીટ્રેપમાં ફસાવી નાણા પડાવી લીધાનો મામલો સામે આવતાં ભારે ચકચાર જાગી છે. યુવતિએ યુવકને પ્રેમઝાળમાં ફસાવીને રકમ પડાવી લઇ ધાક ધમકીઓ આપી બ્લેકમેલ કરતી હતી, દરમ્યાનમાં સૌ પ્રથમ યુવતીએ દુષ્કર્મની રાવ પોલીસ સમક્ષ કરી હતી, ત્યાર બાદ ટોળકીનો ભોગ બનનાર યુવકના કાકાએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ખરેખર મામલો શું છે એ અંગે વિગતો આપી હતી, આખરે યુવતી અને તેના પતિ તથા અન્ય એક સાગરીત સામે યુવાનને ફસાવીને નાણા પડાવી લીધાની વળતી ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં રહેતા કપિલભાઈ નવીનભાઈ વશિયર નામના વેપારીએ પોતાના ભત્રીજા મિત વશીયરને હનીટ્રેપમાં ફસાવી ૧,૮૩,૫૦૦ થી વધુની રકમ પડાવી લેવા અંગે અને બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવવા બાબતે વડોદરાની એક યુવતી તેમજ તેણીના પતિ પ્રતીક કમલેશ કનખરા અને જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા યુવતીના સંબંધી જુગલ ધર્મેન્દ્ર બુધ્ધ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને ડિવિઝનના પી.આઇ. એન. એ. ચાવડા એ આઈપીસી કલમ ૩૮૬,૫૦૬(૨), ૨૧૧ અને ૩૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને તપાસનો ધમધમાટ આદર્યો છે.
પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ મૂળ વડોદરાની માંજલપુર વિસ્તારની રહેવાસી એક યુવતીએ આજથી દોઢેક વર્ષ પહેલાં જામનગરના હવાઈચોક વિસ્તારમાં રહેતા પ્રતિક કનખરા સાથે મિત્રતા કેળવી હતી, અને ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા હતા.
દરમ્યાનમાં જામનગરના મીત નામના યુવક સાથે ફ્રેન્ડશીપ કરીને મિત્રતા કેળવી હતી, અને છેલ્લા એકાદ વર્ષના સમયગાળા દરમિયાન અવારનવાર જામનગર આવતી હતી, અને મીત સાથે હોટલ અથવા અન્ય સ્થળે મળતા હતા અને બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા.
પાછળથી મિતને જાણવા મળ્યું હતું કે યુવતી પરણિત છે, અને પ્રતીક સાથે છૂટાછેડા થયા ન હોવા છતાં પણ પોતાની સાથે બીજા લગ્ન કરવાનો આગ્રહ રાખે છે, જેથી તેણે લગ્ન કરવાનો ઇનકાર કરી દેતાં યુવતી દ્વારા અવારનવાર મિતને દુષ્કર્મ અંગેની ફરિયાદ કરશે તેવો ભય બતાવી અવાર નવાર નાણાં પડાવ્યે રાખ્યા હતા, અને કટકે કટકે ફરીયાદી તથા ફરીયાદીના ભત્રીજા ભોગ બનનાર પાસેથી કુલ ૧,૮૩,૫૦૦ જેટલી રકમ બળજબરીથી પડાવી લીધી હતી.
જેમાં પાછળથી તેણીના પતિ પ્રતિકની પણ એન્ટ્રી થઈ હતી, અને તે પણ પૈસા પડાવવામાં મદદગારી કરતો હતો, ઉપરાંત યુવતીનો અન્ય એક કુટુંબી જુગલ પણ વચ્ચે આવ્યો હતો અને તારે પૈસા તો આપવા જ પડશે, તેવી ધમકી આપ્યા રાખતો હતો. દરમિયાન વધુ પૈસા આપવાની મિતે ના પાડતાં ગત ૧૨મી તારીખે યુવતીએ સીટી એ. ડિવિઝન પોલીસમાં પહોંચી જઈ મીત સામે બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાવી હતી, એ પછી તેણી વડોદરા ચાલી ગઈ હતી. જ્યારે પોલીસ દ્વારા આ અંગે તપાસ આદરી હતી
દરમિયાન ગઈકાલે મિતના કાકા કપિલભાઈ વશિયર સીટી એ. ડિવિઝન પોલીસ મથકે આવ્યા હતા, અને સમગ્ર ઘટના અંગે પોલીસ પાસે વિગતવાર જાણકારી આપ્યા પછી સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં યુવતી અને તેના પતિ તથા તેના સાગરીત વગેરે ત્રણેય સામે ગુનો નોંધવામાં આવ્યો છે, અને તે ત્રણેય આરોપીઓ પણ હાલ ભાગી છૂટયા હોવાથી પોલીસ ટુકડી તેઓને શોધી રહી છે આ ફરિયાદના બનાવને લઈને જામનગર શહેરમાં ભારે ચકચાર મચી ગઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech