પોલીસે જાળીયા માનસરના એક અને સિક્કાના ટેન્કર ચાલક સહિત બે રંગેહાથ ઝડપાયા: ૨૫.૮૫ લાખની માલમતા કબજે
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ તાલુકાના લૈયારા નજીક જાહેરમાં એક ટેન્કરને ઉભું રાખીને તેમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરવાનું કાર્રસ્તાન ધ્રોલ પોલીસે પકડી પાડયું છે, અને ટેન્કર ચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી લઈ તેઓ પાસેથી પેટ્રોલ ડીઝલના આઠ કેરબા, એક કાર અને ટેન્કર સહિત ૨૫.૮૫ લાખની માલમતા કબજે કરી છે.
ધ્રોલ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, કે ધ્રોલ તાલુકાના લૈયારા ગામ નજીક સોમનાથ હોટલની સામેના ભાગમાં સીમમાં જવાના રસ્તે એક ટેન્કરને ઉભું રાખીને તેમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરવાનું કારસ્તાન ચાલી રહ્યું છે, અને જન આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. જે ચોક્કસ બાતમી ના આધારે ગઇરાત્રે ધ્રોલ પોલીસે લૈયારા ગામમાં દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમિયાન બે શખ્સો દ્વારા એક ટેન્કર માં ડીઝલ અને પેટ્રોલની અલગ અલગ ટાંકીના સીલ તોડીને તેમાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરવાનું કારસ્તાન સામે આવ્યું હતું.
જેથી પોલીસે ટેન્કરના ચાલક જામનગર તાલુકાના સિક્કામાં રહેતા દિપક ઉર્ફે દિનેશભાઈ રાજુભાઈ માનસુરીયા ઉપરાંત ધ્રોળ તાલુકા ના જાળીયા માનસર ગામમાં રહેતા રમેશ ઉર્ફે ભરત વાલજીભાઈ બેડીયા ની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. જેઓ બંને પાસેથી પેટ્રોલના ચાર કેરબા, અને ડીઝલના ચાર કેરબા, એક કાર, તથા એક ટેન્કર સહિત કુલ ૨૫,૮૫,૩૬૨ માલમત્તા કબ્જે કરવામાં આવી છે, અને બંને શખ્સો સામે ધ્રોળ પોલીસ મથકમકજુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકાશ્મીરમાં હિમવર્ષા: માઈનસ ૫.૩ ડિગ્રી ઠંડી
November 18, 2024 10:55 AMમોકર સાગર તરફ જવાનો રસ્તો અત્યંત બિસ્માર હોવાથી વહેલી તકે સમારકામ કરવું જરૂરી
November 18, 2024 10:52 AMભારત-ઓસ્ટ્રેલિયા સીરીઝમાં પૂજારાને મળી વિશેષ જવાબદારી, આ નવી ભૂમિકામાં મળશે જોવા
November 18, 2024 10:49 AMખંભાળિયામાં જિલ્લા પુસ્તકાલય ખાતે યોજાતી વિવિધ ઇન્ડોર સ્પર્ધાઓ
November 18, 2024 10:43 AMબેટ-દ્વારકામાં પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
November 18, 2024 10:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech