નાઈટક્લબની છત ધરાશાયી થતા 79ના મોત, 160થી વધુ ઘાયલ, લાઈવ કોન્સર્ટ દરમિયાન દુર્ઘટના ઘટી , જુઓ દર્દનાક તસવીરો

  • April 09, 2025 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાં એક પ્રખ્યાત જેટ સેટ નાઈટક્લબની છત ધરાશાયી થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 79 લોકો માર્યા ગયા હતા અને 160 થી વધુ ઘાયલ થયા હતા. આ અકસ્માત થયો ત્યારે નાઈટક્લબમાં લાઈવ મેરેંગ્યુ કોન્સર્ટ ચાલી રહ્યો હતો. છત ધરાશાયી થતા દેકારો અને ચીસાચીસ મચી ગઈ હતી. ઘડીભર પહેલા જ્યાં હસી ખુશી અને રંગીન માહોલ હતો ત્યાં પળવારમાં જ દર્દનાક અને કરુણા ઉપજાવે તેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને કારણોની તપાસ કરવામાં આવી રહી છે.


ઘટનાના થોડા સમય પહેલા રેકોર્ડ કરાયેલા વીડિયોમાં જોવા મળ્યું હતું કે મજાની વચ્ચે દર્શકોને ખબર નહોતી કે મૃત્યુ ઉપર આવી રહ્યું છે. થોડીવારમાં જ નાઈટક્લબની છત તૂટી પડી, જેના કારણે સેંકડો લોકો કાટમાળ નીચે ઘરની અંદર ફસાઈ ગયા.


12 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું

અગ્નિશામકોએ ભારે કોંક્રિટ બ્લોક્સ દૂર કરવા માટે કવાયત હાથ ધરી હતી અને લાકડાના પાટિયાનો ઉપયોગ કર્યો અને પછી કાટમાળ નીચેથી લોકોને બચાવ્યા. બચાવ કાર્ય દરમિયાન, 160 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી ઘણાને ગંભીર ઈજાઓ થઈ હતી. રિપોર્ટ અનુસાર, ઘટનાના 12 કલાક પછી પણ બચાવ કામગીરી ચાલુ હતી.


બેઝબોલ લીગ ખેલાડીનું પણ મૃત્યુ

ડોમિનિકન રિપબ્લિક પ્રોફેશનલ બેઝબોલ લીગે પુષ્ટિ આપી છે કેએમએલબી પિચર ઓક્ટાવિયો ડોટેલનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.લીગના પ્રવક્તા સાતોસ્કી ટેરેરોએ જણાવ્યું હતું કે અન્ય એક મુખ્ય ખેલાડી, ટોની એનરિક બ્લેન્કો કાબ્રેરાનું પણ અવસાન થયું છે. અકસ્માત સમયે મેરેંગુ ગાયિકા રૂબી પેરેઝ પણ સ્ટેજ પર હતી. તેમના પરિવારે કહ્યું કે તેઓ સુરક્ષિત છે, પરંતુ કેટલાક લોકોનો દાવો છે કે બચાવ કામગીરીમાં તેમની પણ શોધ ચાલી રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application