77- જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારના દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારોને ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળશે

  • May 05, 2024 03:11 PM 

@ લોકસભા સામાન્ય ચુંટણી- 2024 અન્વયે આગામી તારીખ 07/05/2024 ના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે 77- જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં  સમાવિષ્ટ સિનીયર સીટીઝન/ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે મદદનીશ ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, જામનગર ગ્રામ્ય દ્વારા હેલ્પ લાઈન વોટ્સેપ નંબર 9409421703 જાહેર કરવામાં આવ્યો છે.


ઉકત હેલ્પ લાઈન નંબર પર મતદારોએ પોતાનું લોકેશન તથા બુથ નંબર અંગેની માહિતી વોટ્સેપ એપ્લિકેશન દ્વારા જાણ કરવાની રહેશે.


આ સેવા હેઠળ ફક્ત સિનીયર સીટીઝન અને દિવ્યાંગ મતદારોને તેમના સંબંધિત મતદાન મથક સુધી પીકઅપ તથા ડ્રોપની સુવિધા પુરી પાડવામાં આવશે. તેમ મદદનીશ ચુંટણી અધિકારી, 12- જામનગર સંસદીય મતવિસ્તાર અને પ્રાંત અધિકારી, જામનગર ગ્રામ્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application