જામનગર તેમજ લાલપુરમાં પોલીસે જુદા જુદા ચાર સ્થળો પર ઈંગ્લીશ દારૂના દરોડા પાડી કુલ નાની–મોટી ૭૦ બોટલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે દારૂ પૂરો પાડનાર ત્રણ સપ્લાયરને ફરારી જાહેર કરવામાં આવ્યા છે.
જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં કાદરી ચોકમાં રહેતો યુવરાજસિંહ બાલુભા કેર નામનો શખ્સ દારૂનું વેચાણ કરી રહયો હોય, તેવી બાતમીના આધારે પોલીસે તેમના રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો. જ્યાં મકાનમાંથી ૧૭ બોટલ ઈંગ્લીશ દારૂની તેમજ ર૩ ચપટા મળી કુલ રૂા. ૧૯,૩૦૦ની કિંમતની ઈંગ્લીશ દારૂની નાની–મોટી ૪૦ બોટલ કબ્જે કરી હતી. દરોડા દરમિયાન આરોપી પોતાના ઘેર નહીં મળી આવતા પોલીસે તેમને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
ઉપરાંત જામનગરમાં સાત નાલા વિસ્તારમાં મહાનગરપાલિકાના પાણીના ટાંકા પાસે રહેતો વિપુલ દલુભાઈ ધારાણી અને લાખાભાઈ દલુભાઈ ધારાણી નામના બે બંધુઓએ પોતાના વાડામાં ઈંગ્લીશ દારૂ સંતાડયો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી સ્થળ પર જઈ દરોડો પાડતા વાડામાંથી રૂા. ૬૦૦૦ની કિંમતની ઈંગ્લીશ દારૂની ૧ર બોટલ મળી આવી હતી. જેથી મુદામાલ સાથે વિપુલ ધારાણીની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે બીજો શખ્સ લાખાભાઈ ધારાણી સ્થળ પર નહીં મળી આવતા તેઓને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત જામનગરમાં સરૂ સેકશન રોડ પર એસવીઈટી કોલેજ સામે રહેતો સુનિલ ઉર્ફે સુનિયો રમેશભાઈ દેગામા નામના શખ્સની તલાશી લેતા તેના કબ્જામાંથી ઈંગ્લીશ દારૂની ૩ બોટલ મળી આવતા તેની અટકાયત કરવામાં આવી છે.
જ્યારે લાલપુર તાલુકાના ગલા ગામે રહેતો જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા દિલુભા જાડેજા નામનો શખ્સ દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે તેને ઝડપી લઈ તલાશી લેતાં તેમના કબ્જામાંથી ઈંગ્લીશ દારૂની ૧પ બોટલ મળી આવી હતી. આથી પોલીસે મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવૈશ્વિક સંઘર્ષને કારણે ખાદ્ય, ઈંધણ અને ખાતરનું સંકટ ઉભું થયું: મોદી
November 19, 2024 11:07 AMજામનગરમાં આંખનો નિઃશુલ્ક કેમ્પ
November 19, 2024 11:07 AMધુમ્મસનો કહેર: ગ્રેટર નોઈડામાં બે ટ્રક અને બસ અથડાયા, ૧૯ ઘાયલ
November 19, 2024 11:05 AMગુરૂવારે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને સર્વરોગ નિદાન અને સારવારના મેગા કેમ્પનું આયોજન
November 19, 2024 11:04 AMભારતીય વિધાર્થીઓ કેનેડામાં દર અઠવાડિયે વધુ કામ કરી શકશે, કામના કલાકો વધ્યા
November 19, 2024 11:01 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech