જામનગર શહેર-જીલ્લામાં ૬ શખ્સ ડમડમ હાલતમાં મળ્યા

  • January 22, 2026 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેર-જીલ્લામાં ચેકીંગ દરમ્યાન ૬ શખ્સો પીધેલી હાલતમાં નીકળતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જયારે જામનગર નજીક બે સ્થળે દેશી દારૂ અંગે દરોડા પાડયા હતા અને અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિકને અડચણ તેમજ અકસ્માત સર્જાય તે રીતે વાહન અને લારી રાખનારા સામે કાર્યવાહી કરાઇ હતી. 


મુળ ખેડાના હાલ ગાગવાધાર ખાતે રહેતા અરવિંદ નટવર સોઢા, મેલાણ ગામના બધા રામા છેલાણા, ગીંગણી ગામમાં રહેતા મુળ એમપીના સુરેશ વાઘા અમલીયાર, જામનગરના વિકટોરીયા પુલ પાસે રહેતા આશિષ વિનોદ દાઉદીયા, ગોવર્ધન ગ્રીન ખાતે રહેતા રવિ દિપક જાટ અને સિકકા કારાભુંગા ખાતે રહેતા ધર્મેન્દ્ર વાલજી ચૌહાણ નામના શખ્સોને કેફી પીણુ પીધેલી હાલતમાં અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસે પકડી લીધા હતા.


આ ઉપરાંત મોરકંડા ધાર ખાતે રહેતા ધનશ્રીબેન માલજી રવશી ચારણને ત્યાથી ૭ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, જયારે ખીમલીયા ધાર ખાતે રહેતા કુંવરબેન ભીખા વીંઝાણીના ઝુપડેથી ૫ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.


અન્ય કાર્યવાહી દરમ્યાન રીક્ષા, ઇકો, બાઇક, છોટાહાથી, એકટીવા જેવા વાહનો તથા ફરસાણની લારી ટ્રાફિકને અડચણરૂપ થાય તેમજ અકસ્માત સર્જાય તે રીતે રાખતા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, ઉપરાંત છરી, કોઇતો જેવા હથિયાર રાખવા સબબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application