રાજકોટના માલિયાસણ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત થતા મરણચીસોથી વિસ્તાર ગુંજી ઉઠ્યો છે. આ કાળમુખા અકસ્માતમાં એક બાળક સહિત પાંચ લોકોના મોત થયાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. હજુ પણ બે લોકો વાહનની અંદર ફસાયેલા છે. બચાવકાર્ય માટે મોટી સંખ્યામાં લોકો દોડી ગયા છે. તેમજ 5 જેટલી 108 દોડી ગઈ છે.
રાજકોટ સિવિલમાં પરિવારનું હૈયાફાટ રૂદન
મૃતદેહોને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાતા પરિવારજનો દોડી આવ્યા હતા. સ્વજનોના મૃતદેહોને જોતા જ મહિલાઓએ હૈયાફાટ રૂદન કર્યું હતું. કોણ કોને સાંત્વના આપે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આસપાસના લોકો બચાવકાર્ય માટે દોડી આવ્યા
ઘટનાને પગલે પોલીસ દોડી ગઈ છે અને સ્થાનિક લોકો તથા વાહનચાલકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ પાંચ જેટલી 108 ઘટનાસ્થળે પહોંચી છે.
માલિયાસણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા અને વાહનચાલકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઇ છે. ક્રેઇનની મદદથી મૃતદેહ કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા
તમામ મૃતકોના મૃતદેહોને પીએમ માટે 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈને માલિયાસણ વિસ્તારમાં એરેરાટી વ્યાપી ગઈ છે.
23 ફેબ્રુઆરીએ સુરેન્દ્રનગરમાં બસ-ડમ્પર વચ્ચે સર્જાયો હતો મોટો અકસ્માત
તમને જણાવી દઈએ કે 23 ફેબ્રુઆરીએ સુરેન્દ્રનગરમાં અકસ્માતની ભયાનક ઘટના બની હતી. સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઈવે પર મોરવાડ પાસે આ અકસ્માત સર્જાયો હતો. લીંબડી-રાજકોટ હાઈવે પર ડમ્પર અને મીની ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. મોરવાડ ગામ પાસે આવેલા બ્રીજ પર સર્જાયેલા અકસ્માતમાં 1 મહિલા સહિત 5 વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.
હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા
ત્યારે આ અકસ્માતમાં 5 લોકોના મોત સાથે અન્ય 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને હાલમાં તેમને અલગ અલગ પાંચથી છ 108 એમ્બ્યૂલન્સ દ્વારા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે અકસ્માતને પગલે હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમહાશિવરાત્રિ પર ઉજ્જૈનમાં મહાકાલને ભસ્મ આરતી ઉતારાઇ, વીડિયો જોઇ કરો આજના દર્શન
February 26, 2025 12:12 PMઆજનું રાશિફળ: મહાશિવરાત્રી પર આ રાશિના લોકોને મળશે સારા સમાચાર, જોખમ લેવાનું ટાળો, સતર્ક રહેવું
February 26, 2025 12:09 PMકોઈ નહી ને રાહુલ ગાંધી પર મોહી પડી હતી કરીના કપૂર
February 26, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech