જામનગરમાં ઉત્સાહ-ભક્તિભાવ સાથે ઉજવાશે શ્રી કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા વિવિધ મંદિરોનો ૪૨ મો પાટોત્સવ

  • April 06, 2026 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં તા. ૮ અને ૯ એપ્રિલના રોજ પરમ પૂજ્ય સંતશ્રી હરિદાસજી મહારાજના સાનિધ્યમાં ઉત્સાહ-ભક્તિભાવ સાથે ઉજવાશે શ્રી કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા વિવિધ મંદિરોનો ૪૨ મો પાટોત્સવ

મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો, શોભાયાત્રા અને રાત્રે સંતવાણી યોજાશે.

જામનગરમાં આગામી તારીખ ૮ અને ૯ એપ્રિલના રોજ શ્રી કચ્છી ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટ દ્વારા ઓધવધામ ખાતે બિરાજમાન વિવિધ મંદિરોના ૪૨માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય મહોત્સવ પરમ પૂજ્ય સંતશ્રી હરિદાસજી મહારાજશ્રીના પાવન સાનિધ્યમાં અને આશીર્વાદ સાથે યોજાશે.

ઓધવધામમાં બિરાજમાન કુળદેવી શ્રી હિંગલાજ માતાજી, ભગવાન શ્રી ઓધવરામ, ભગવાન શ્રી વાલરામ, શ્રી વાલરામેશ્વર મહાદેવ, શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રી શીતલા માતાજીના મંદિરોના આ પાટોત્સવ અંતર્ગત બે દિવસીય કાર્યક્રમો યોજાશે.

કાર્યક્રમની રૂપરેખા મુજબ, સંવત ૨૦૮૨ ચૈત્ર વદ-૬, બુધવાર તારીખ ૦૮/૦૪/૨૦૨૬ના રોજ રાત્રે ૯:૩૦ કલાકથી ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. જેમાં મુંબઈના જાણીતા કલાકારો જીતુભાઈ ભાનુશાલી (સુરસમ્રાટ) અને  જીગરભાઈ દામા ભક્તિ સંગીતની પ્રસ્તુતિ કરશે.

તા. ૦૯/૦૪/૨૦૨૬, ગુરુવારના મુખ્ય દિવસે સવારે ૮:૧૫ કલાકે વાઘાના શણગાર અને ૮:૩૦ કલાકે ફૂલહારના શણગાર કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૮:૪૫ કલાકે નૂતન ધ્વજારોહણ અને ૯:૦૦ કલાકે યજ્ઞનો પ્રારંભ થશે. બપોરે ૧૨:૦૫ કલાકે યજ્ઞમાં બીડું હોમવામાં આવશે અને ૧૨:૨૫ કલાકે મહાઆરતી યોજાશે. સાંજે ૪:૩૦ કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે અને સાંજે ૭:૦૦ કલાકે શ્રી કચ્છી ભાનુશાલી મહાજન વાડી, ૫૮-દિગ્વિજય પ્લોટ ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મહોત્સવમાં મહાપ્રસાદના મુખ્ય યજમાન તરીકે માતૃ દેવકીબેન મંગલદાસ હરવરા (વલસરાવાલા) પરિવાર સેવા આપી રહ્યા છે. સંતવાણીના સૌજન્ય દાતા માતૃ મણીબેન પરષોતમભાઈ કટારીયા (ધુણઈવાલા) પરિવાર છે. આ ઉપરાંત ચા-પાણીના દાતા નારણજી ખેતશી મંગે ( રવિ ગોલ્ડન ચા વારા), મંડપ ડેકોરેશનનું સૌજન્ય શ્રી ઓધવ મહિલા સત્સંગ મંડળ-જામનગર, વિડિયો શૂટિંગ અને વિવિધ આરતીઓ તેમજ ધ્વજા પૂજન માટે અનેક દાતા પરિવારો અને વિવિધ ગામોના મિત્ર મંડળોએ સહ-યજમાન તરીકે નોંધપાત્ર સહયોગ આપ્યો છે.

શ્રી કચ્છી ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટના પ્રમુખ મનિષભાઈ પરષોતમભાઈ કટારીયા, ટ્રસ્ટીઓ અને કાર્યવાહક કમિટી દ્વારા સમસ્ત કચ્છી ભાનુશાલી જ્ઞાતિજનોને આ પાટોત્સવમાં ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યું છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application