ત્રણ દિવસ દરમિયાન ૪૫ ટ્યુશન ક્લાસ ૬૦ શાળાઓ ૨૯ રેસ્ટોરન્ટ અને ૧૩ હોસ્પિટલ સહિત ૧૫૯ મિલકત સિલ
રાજકોટ ગેમજોન દુર્ઘટના ના પગલે સમગ્ર રાજ્યભરમાં હોટલ રેસ્ટોરન્ટ- શાળા કોલેજ, ટ્યુશન કલાસ સહિતના સંકુલોમાં ફાયર એન.ઓ.સી. સહિતની ચકાસણી કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકા નું તંત્ર પણ દોડતું થયું છે, અને શહેરમાં જુદી જુદી આઠ ટીમો બનાવીને દોડતી કરાવાઈ છે, અને ફાયર એન.ઓ.સી. તેમજ બાંધકામની મંજૂરી વગેરેની ચકાસણી કરવામાં આવી રહી છે, જેમાં શહેરમાં આવેલી ૨૫ હોટલ રેસ્ટોરન્ટને શીલ કરવામાં આવ્યા બાદ આજે વધુ ૪ હોટલ સિલ કરાઈ છે. અને કુલ આંકડો ૨૯ નો થયો છે.
તંત્ર દ્વારા શહેરની ખાનગી હોસ્પિટલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને ૧૨૪ થી વધુ હોસ્પિટલોમાં ચેકિંગની કાર્યવાહી થઈ હતી. જે પૈકી બે હોસ્પિટલમાં ફાયર એન.ઓ.સી.નો અભાવ જોવા મળ્યો હતો, જેના કારણે બંને હોસ્પિટલોને પાર્ટલી સીલ કરવામાં આવી છે. દરમિયાન આજે વધુ ૧૩ હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે જેથી કુલ ૧૫ હોસ્પિટલ સીલ થઈ છે.
આ ઉપરાંત શહેરની તમામ ખાનગી સ્કૂલોમાં આજે પાંચમા દિવસે પણ સામુહિક રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે પૈકી સ્ફુલોમાં ફાયર એનઓસી નો અભાવ જોવા મળ્યો હતો.અને સિલિંગ ની પ્રક્રિયા ચાલુ રખાઈ હતી જેમાં વધુ ૨ શાળાઓને સીલ કરી દેવામાં આવી છે.
સાથો સાથ શહેરમાં ચાલી રહેલા ટ્યુશન ક્લાસ કે જ્યાં પણ ફાયર એન.ઓ. સી. વગેરેની મંજૂરી લેવામાં આવી ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી આવા વધુ ૧૧ ટ્યુશન ક્લાસ ને મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે. જે કાર્યવાહી અવીરત ચાલુ રખાઇ છે.
છેલ્લા પાંચ દિવસ દરમિયાન શહેરની કુલ ૬૦ સ્કૂલ,૪૫ કલાસીસ,૨૯ હોટલ અને ૧૩ હોસ્પિટલ સહિત કુલ ૧૫૯ મિલકતો સિલ કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી ના સીધા માર્ગદર્શન હેઠળની સિટી ઈજનેર ભાવેશ જાની ની રાહબરીમાં ત્રણ દિવસથી સર્વેની કામગીરી કરવા કરવામાં આવી રહી છે, જેમાં ફાયર બ્રિગેડ ની ટીમ, એસ્ટેટ શાખાની ટીમ તેમજ ટીપીઓ બ્રાન્ચ ની ટુકડી સર્વે કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજયમાં નવી જંત્રી જાહેર, નવા વર્ષથી અમલમાં આવશે
November 20, 2024 09:05 PMજામનગર: સોનોગ્રાફી મશીન વિવાદ ચાર મશીન જીજી હોસ્પિટલમાં છે કાર્યરત
November 20, 2024 06:12 PMજામનગર પોલીસની ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત કામગીરી, સીટી બી પીઆઇ ચેકિગમાં જોડાયા
November 20, 2024 06:06 PMયુપીના કરહાલમાં યુવતીએ બીજેપીને વોટ આપવાનું કહેતા સપા ના કાર્યકરો દ્વારા કરાય હત્યા
November 20, 2024 05:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech