ગઈકાલે સાંજે મળેલી સ્ટે. કમિટિએ રુા.૮૧.પ કરોડના કામો મંજૂર કર્યા: ચૂંટણી પહેલાં ધડાધડ કામોને મંજૂરી
જામનગર શહેરમાં ૪પ કરોડના ખર્ચે રણમલ તળાવ પાર્ટ ૧ થઈ ગયાં બાદ પાર્ટ ર અને ૩ વિકસાવવા માટે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટિએ ગઈકાલે સાંજે મંજૂરીની મહોર મારી દીધી છે. સ્ટે. કમિટિમાં રુા.૩૮.૮ર કરોડના ખર્ચે તળાવના બીજા-ત્રીજા ભાગને વિકસાવાશે. એટલું જ નહીં લોકસભાની ચૂંટણી નજીક હોય આચાર સંહિતા લાગે તે પહેલાં જ રુ ા.૮૧.પ કરોડના કામો મંજૂર કરી દીધાં છે જેમાં સીસી રોડ, રસ્તા તેમજ અન્ય વિકાસ કામોનો સમાવેશ થાય છે.
ગઈકાલે ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને મળેલી મિટીંગમાં મેયર વિનોદ ખીમસુરિયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, ડીએમસી યોગીરાજસિંહ ડી. ગોહિલ, સિટી ઈજનેર ભાવેશ જાની, જીજ્ઞેશ નિર્મલ સહિત ૯ સભ્યો હાજર રહ્યાં હતાં.
કેન્દ્ર સરકાર-રાજ્ય સરકારની અમૃત-ર ની ગ્રાન્ટ અંતર્ગત રેજુવેનેશન એન્ડ ડેવલોપમેન્ટ ઓફ રણમલ લેક પાર્ટ ૨-૩ને વિકસાવવા માટે મ્યુનિ. કમિશનરે દરખાસ્ત કરી હતી જેને મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. મૉન્સુન કામગીરી મેન્ટેનન્સ માટે રુ ા. ૩પ લાખ, સિવેજ પમ્પિંગ સ્ટેશન, ગાંધીનગર સ્ટેશન, કાલાવડ ગેઈટ, સિવિક પમ્પિંગ સ્ટેશન અને વ્હોરાના હાજીરા પાસેના પમ્પિંગ સ્ટેશનના ૧૦પ.૩૩ લાખ મંજૂર કરી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત અમૃત યોજના હેઠળ મહપાલિકાના ભૂગર્ભ ગટરના કામ અને મેનેજમેન્ટ ક્ધસલ્ટન્સીના ૩૪.૮૬ લાખ, વોર્ડ નં.૧થી ૧૬માં સ્ટ્રિટ લાઈટ મેઈન્ટેનન્સ માટે ૫૨.૪૮ લાખ, ઢોર ડબ્બા, ઑપરેશન બિલ્ડિંગ વર્ક માટે ૧૧પ લાખ, સ્પોર્ટ્સ કૉમ્પલેક્ષમાં સ્વિમિંગ પુલના મેઈન્ટેનન્સ માટે ૧ર.૮૬ લાખ, મેન પાવર સપ્લાય કરતી કંપનીને ૧ વર્ષની મુદ્દત વધારવામાં આવી, એમ્યુઝમેન્ટ પાર્કમાં સિક્યોરિટી-ક્લિનિંગ-ગાર્ડનીંગ અને તળાવ અને ખંભાળિયા ગેઈટ ક્લિનિગં દરખાસ્ત તેમજ જામ રણજીતસિંહ પાર્કમાં સિક્યોરિટી-ક્લિનિંગ, જ્યુબેલીમાં ગાર્ડનીંગ, લાખોટા મ્યુઝિયમ રણમલ તળાવમાં સિક્યોરિટી-ક્લિનિંગની દરખાસ્ત પૅન્ડિંગ રખાઈ હતી.
ઉપરાંત હયાત ગઢની રાંગ રીપેર કરવા ૨૫.૦૫ લાખ, આહિર વિદ્યાર્થી ભવન પાસે ટ્રોમ વોટર બનાવવાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે જ્યારે વોર્ડ નં.૧પમાં મથુરાનગર શેરી નં.૧થી ૧રમાં સીસી રોડ માટે ૧૮.૬ર લાખ, દાદા-દાદી ગાર્ડન, વિરલબાગમાં કમ્પાઉન્ડ વોલ માટે ૧૦.૦૬ લાખ, સ્વસ્તિક સોસાયટી ગાર્ડનમાં દિવાલ માટે ૧૪.૪૪ લાખ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં વોર્ડ નં.૧૬માં ખાનગી સોસા., રહેણાંક વસાહતમાં લોકભાગીદારી, પેવર રોડ, બ્લોક, સીસી રોડ માટે ૨૦૦ લાખ, વોર્ડ નં.૧પમાં સાંસદ પૂનમબેનની ૧૦૦ ટકા ગ્રાન્ટમાંથી કોમ્યુનિટિ હૉલ માટે ૮ લાખ, અને જેલની દિવાલ પાસે સીસી રોડ માટે ૪ લાખ તેમજ સાંસદની ગ્રાન્ટમાંથી જિલ્લામાંથી સ્મશાન ગૃહમાં કમ્પાઉન્ડ વૉલ બનાવવા ૧૦ લાખ.
ઉપરાંત આણદબાવા ચકલાથી પંજાબ બેંક, ગુરુદ્વારા વિસ્તાર, સેક્રેટ હાર્ટ ચર્ચ સુધી, પંચેશ્ર્વર ટાવરથી ચાંદીબજાર, સુપર માર્કેટના ખુણાથી જયશ્રી સિનેમા, પોસ્ટ ઓફિસ પાસે સોઢાના ડેલામાં સીસી રોડ બનાવવા ૧૬૩.૮૮ લાખ મંજૂર કરાયા હતાં. જ્યારે પંચવટી સોસા.માં સીસી રોડ, વોર્ડ નં.પમાં જયંત સોસાયટી વાળી શેરીમાં સીસી રોડ માટે ૨૪.૧૫ લાખ તેમજ વૉર્ડ નં.૧૬માં આશીર્વાદ, દીપ સોસાયટી, પુલિયાથી જામનગર રાજકોટ હાઈવે સુધી સીસી રોડ માટે ૩ કરોડ ૪૧ લાખ તેમજ વોર્ડ નં.૧૧માં સુજાતા ઈન્ડ.થી વિભાપર મેઈન રોડ સુધી સીસી રોડ બનાવવા ૬૧.૫૬ લાખ તેમજ જામનગર ફેસ-૩ પાસે કનસુમરામાં ઈન્ડ. ઝોન બનાવવા સર્વે નં.૮૩થી ૮૮ વાળા ર૭ મીટર રસ્તા માટે પહોળો સીસી રોડ બનાવવા ૨૨૩.૩૩ કરોડ મંજૂર કરાયા છે.
ઉપરાંત સેટેલાઈટ પાર્ક, પટેલ સમાજથી શિવાલય -૧, શેરી નં.૪, રજવાડી આઈસ્ક્રીમની બાજુની શેરી, રામ પ્રોવિઝન પાસેની શેરી એમ થઈને ૧૦ર.૧પ લાખ મંજૂર કરાયા જ્યારે વોર્ડ નં.૧૩માં ભગવાનદાસ રોડ પર સીસી રોડ બનાવવા ૧૦ર.૭ લાખ, વોર્ડ નં.૧૬માં રાજકોટ રોડથી ધોરીવાવ સુધીના રસ્તામાં સીસી રોડ માટે ૨૩૧.૧૧ લાખ તેમજ વોર્ડ નં.૧-૬-૭-૫-૯-૧૩-૧૪-૨-૩-૪ અને ૧૦-૧૧-૧૨ અને ૮-૧૨-૧૬ માટે કુલ ૬૦ લાખ મંજૂર કરવામાં આવ્યા હતાં.
જૂના જકાતનાકાથી બાયપાસને જોડતાં ૩૦ મીટર ડીપી રોડની અમલવારી માટેની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વિકાર તેમજ જ્ઞાન શક્તિ સર્કલથી આશાપુરા હોટલ જુના જકાતનાકાથી શરુ કરી સીતારામ સોસાયટી ફાટક સુધી ૭પ મીટરના બાયપાસ રોડનો સૈદ્ધાંતિક સ્વિકાર તેમજ ડેકલો, લોડર, ડમ્પર, હિટાચી, ટ્રેકટર ટ્રોલી માટે પ૧ લાખ. વહિવટી અને ટેક્નિકલ જગ્યા પર નવી નિમણૂંક આપવા અને અગિયારમાસી મુદ્દતમાં વધારો કરવા મંજૂરી આપવામાં આવી હતી.
વધુમાં સિવિલ નોર્થ ઝોન વોર્ડ નં.ર વિસ્તારમાં હાઉસિંગ બૉર્ડ વસાહત, ખાનગી સોસાયટીમાં લોકભાગીદારીમાં સીસી રોડ અને બ્લોક માટે ર૦૦ લાખ અને અલગ અલગ ઢોર ડબ્બા ખાતે ઘાંસચારો સપ્લાય કરવા ૩૦૦ લાખ તેમજ સ્વિપર મશીન નંગ ૧ ત્રણ વર્ષના ઓપરેશન-મેઈન્ટેનન્સ માટે ૨૫૮ લાખ તેમજ સ્વિપર મશીન-પ ત્રણ વર્ષ માટે સપ્લાય-મેઈન્ટેનન્સ ૧૨૪૫ લાખ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ૭૯-વિધાનસભા વિસ્તારમાં સૂચવાયેલા સિવિલ કામો માટે ૨૦૦ લાખ મંજૂર કરાયા હતાં. આમ કુલ ખર્ચ ૮૧ કરોડ ૫ લાખના કામો મંજૂર કરાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર એસીબીની સફળ ટ્રેપ, સુરેન્દ્રનગરમા ખાણ ખનિજ ખાતાના ક્લાર્કને રૂ10 હજારની લાંચ લેતા ઝડપ્યો
November 18, 2024 06:23 PMજામજોધપુર તાલુકાના ગીંગણી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડાયાબીટીસ દિવસની ઉજવણી કરાઈ
November 18, 2024 06:09 PMજામનગર: તીનબતી ચોક ઝુલેલાલ મંદિર પાસે બે યુવાનો પર જીવલેણ હુમલો
November 18, 2024 05:39 PMપુષ્પા-2 ફિલ્મના ટ્રેલર લોન્ચીંગમાં ઉમટી પડી જનમેદની
November 18, 2024 05:25 PMમસ્કની કંપની સાથે ઈસરો દ્વારા એડવાન્સ કોમ્યુનીકેશન સેટેલાઈટ લોન્ચ
November 18, 2024 05:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech