મેળો બગડશે?: સૌરાષ્ટ્ર્રમાં ૨૬થી ૨૮ ભારે વરસાદની ચેતવણી

  • August 22, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાંગ્લાદેશમાં સર્જાયેલા લો પ્રેસરની અસરના ભાગપે અને બંગાળની ખાડીની સિસ્ટમના કારણે દેશના પૂર્વના રાયોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે સાંજ સુધીમાં અરબી સમુદ્રમાં કર્ણાટક અને ગોવાને વધુ અસર કરે તેવા ઈસ્ટ સેન્ટ્રલ દિશામાં એક લો પ્રેસર આકાર લઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં અત્યારે નોર્થ ઈસ્ટ દિશામાં ગુજરાતને સંલ જોરદાર સાયકલોનિક સકર્યુલેશન છે. આ તમામ સિસ્ટમના કારણે આગામી શુક્રવારથી ગુજરાતમાં વરસાદનું જોર વધે અને સૌરાષ્ટ્ર્ર કચ્છમાં તારીખ ૨૬ થી ૨૮ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી ચેતવણી હવામાન ખાતાએ જાહેર કરી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ બાંગ્લાદેશના લો પ્રેશર વાળી સિસ્ટમ અને અરબી સમુદ્રમાં ગુજરાતને સંલ સર્જાયેલા સરકયુલેશનના કારણે દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. શુક્રવારથી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત છોટાઉદેપુર નર્મદા ભચ સુરત અને વડોદરા જિલ્લા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
અરબી સમુદ્રના સાયકલોની સકર્યુલેશન અને લો પ્રેશર ની સિસ્ટમના કારણે તારીખ ૨૬ થી ૨૮ સૌરાષ્ટ્ર્રમાં પણ વરસાદનું જોર વધી જશે. પોરબંદર અમરેલી દ્રારકા સોમનાથ જિલ્લા માટે અત્યારથી જ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને જેમ જેમ આ દિવસો નજીક આવતા જશે તેમ તેમ ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવે તેવી શકયતા છે.
દરમિયાનમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૭૬ તાલુકામાં સામાન્યથી ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ આણદં જિલ્લાના ખંભાતમાં ત્રણ ઈચ રહ્યો છે. આ ઉપરાંત ખેડા જિલ્લાના કઠલાલ અને ડાંગ જિલ્લાના આહવામાં બબ્બે ઈંચ પાણી પડું છે. નવસારી જિલ્લાના વાસદામાં પોણા બે ઈંચ વરસાદ પડો છે. દાહોદ જિલ્લાના ધનપુરા અને ફતેપુરામાં એક થી દોઢ ઈંચ પાણી પડું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application