જો તાત્કાલિક આ નદીઓને ઊંડી ઉતારવામાં નહીં આવે તો ખાસ કરીને અતિવૃષ્ટિ દરમ્યાન ઘેડ વિસ્તાર પાણીમાં ગરકાવ થવાની સ્થાનિકોને ભીતિ: જામનગરની રંગમતીની જેમ નદીઓને ઉંડી ઉતારવી પડશે
દ્વારકા અને પોરબંદર સહિતના વિસ્તારોમાંથી પસાર થતી અને ખાસ કરીને ઘેડ વિસ્તારને આવરી લેતી નદીઓને ઉંડી ઉતારવાની કામગીરી શ તો થઇ છે અને આ માટે રકમ ફાળવવામાં આવી છે, પરંતુ એવી પૂરી ભીતિ છે કે જો સમયસર આ નદીઓને ઉંડી ઉતારવામાં નહીં આવે તો ખાસ કરીને ઘેડ વિસ્તાર વધુ એક વખત પાણી વચ્ચે ઘેરાઇ જશે...
છેલ્લાં ઘણાં વખતથી ઘેડ વિસ્તારને લઇને ઘેડવાસીઓ સરકાર સામે લડત લડી રહ્યાં હતાં. આખરે ઘેડવાસીઓની જીત થઇ છે. રાજ્ય સરકારે ઘેડ વિસ્તાર માટે ા.૧૪૧૫ કરોડ ફાળવવા પડ્યાં છે. જોકે, ઘેડવાસીઓનું કહેવુ છેકે, સૌરાષ્ટ્રમાંથી પસાર થતી ૨૧ છીછરી નદીઓને ઉંડી નહી કરાય તો, ફરી એકવાર ઘેડ વિસ્તાર જળબંબાકાર થઇ જશે. રાજ્ય સરકારે આ માટે આગોતરુ આયોજન કરવુ પડશે.
૨૧ નદીઓનું વહેણ ફંટાશે તો, ા.૧૩૯ કરોડ પાણીમાં વહી જશે
ચોમાસામાં ઘેડ વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ જાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઘેડ સમિતીએ છેલ્લાં ઘણાં વખતથી લડત છેડી હતી. ઘેડ વિકાસ સમિતીના સભ્યોનું કહેવુ છેકે, દ્વારકાથી માંડીને માંગરોળ સુધી ભાદર, ઓઝત, સોરઠી, ઉબેણ, વર્તુ, સાની, મીણસાર જેવી ૨૧ નદીઓ વહે છે. આ નદીઓની એવી સ્થિતી છેકે, છિછરી સપાટી છે જેથી ચોમાસામાં વરસાદી પાણી ફંટાઇ જાય છે.
ઝાડી ઝાંખરાને લીધે નદીનુ પાણી ખેતરોમાં વહી જાય છે પરિણામે ખેડૂતોને ભારે આર્થિક નુકશાની વ્હોરવી પડે છે. આ જોતાં ચોમાસા પહેલાં નદીઓને ઉંડી કરવી જરુરી છે. જો નદીઓની સફાઇ કરાય તો વરસાદી પાણી સીઘુ જ દરિયામાં વહી જાય. એવો પણ સવાલ ઉઠ્યો છેકે, સરકારે નાણાં ફાળવવા જાહેરાત કરી છે પણ વિકાસના કામોનો મેપ કેમ જાહેર કરાયો નથી.
અતિવૃષ્ટિ વખતે દરિયાના બારા બંધ કરી દેવાયા છે. દરિયાકાંઠાએ સાત ફુટની દિવાલો ચણી લઇ સરકારે બુઘ્ધિનું દેવાળુ ફુક્યુ છે. દિવાલોને કારણે દરિયામાં જતુ વરસાદી પાણી અટકી જાય છે. આ ઉપરાંત સોમનાથ-દ્વારકા નેશનલ હાઇવેનુ નિર્માણ કરાયુ છે ત્યારે નદીઓના પાણીના નિકાલનુ ઘ્યાન રખાયુ નથી. માત્ર આઠ સ્થળે જ પુલોમાં જગ્યા રાખવામાં આવી છે જેથી ચોમાસામાં વરસાદી પાણીના નિકાલમાં નેશનલ હાઇવે અવરોધરુપ બનશે તે નક્કી છે. આમ, પ્રાથમિક તબક્કામાં નદીઓના કામોને પ્રાથમિકતા આપવામાં નહી આવે તો, ઘેડ વિસ્તારમાં પાણીની સમસ્યા ઠેરની ઠેર રહી જશે.
ઘેડ વિસ્તાર ચોમાસામાં શા માટે જળબંબાકાર રહે છે...
જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વહેતી ભાદર, ઓઝત, મધુવંતી, મીણસાર, વર્તુ, સની અને સોરઠી વગેરે નદીના મુખ ત્રિકોણ પ્રદેશથી સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તાર બનેલો છે. આ નદીઓના મુખ પાસે બઘી નદીઓ સપાટ, છીછરી અને કાંઠા વગરની હોવાથી પૂરના પાણી કાંઠા બહાર ફેલાઇ સમગ્ર ઘેડ વિસ્તારમાં ફરી વળે છે. ખાસ કરીને ચોમાસાની શઆતથી લગભગ ચાર-પાંચ મહિના સુધી આખો વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ રહે છે તેથી આ વિસ્તારના ખેડૂતોને ચોમાસા દરમિયાન ખેતી કરવામાં મુશ્કેલી અનુભવાય છે.
અત્રે નોંધનીય છે કે, દેર આયે દુરસ્ત આયે...ની કહેવત મુજબ જામનગર શહેરની મઘ્યમાંથી પસાર થતી રંગમતી નદીને ઉંડી ઉતારવાની કામગીરી મોડે મોડેથી શ થઇ છે, દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે અને ગત વખતેની જેમ જ્યારે પણ ધોધમાર વરસાદ પડે ત્યારે રંગમતીના કાંઠાળ વિસ્તારને આગામી ચોમાસા દરમ્યાન બેટ બનતા અટકાવવા કામગીરી શ થઇ છે, જેનાથી ચોમાસા દરમ્યાન નદી કાંઠાની આસપાસના વિસ્તારો કદાચ આ વખતે પૂર જેવી સ્થિતિથી બચી શકે છે.
પરંતુ દ્વારકા-પોરબંદર તરફથી જાણકારો એવું કહી રહ્યા છે કે, ચોમાસા પહેલા ઘેડ પંથકને સ્પર્શતી ર૧ નદીઓને ઉંડી ઉતારવાની કામગીરી યુઘ્ધના ધોરણે શ નહીં થાય તો અતિવૃષ્ટિમાં ઘેડ પંથક બેટમાં ફેરવાઇ શકે છે.