ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં 7802 બોટલોનો નાશ કરાયો
જામનગર પોલીસ વિભાગ દ્વારા જુદા જુદા સમયે પકડી પાડવામાં આવેલો વિદેશી દાનો જથ્થો સમયાંતરે કોર્ટની મંજુરીથી નાશ કરવામાં આવતો હોય છે દરમ્યાન લાલપુર, મેઘપર પડાણા, શેઠવડાળા, જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ઇંગ્લીશ દા અને બિયરના ટીન મળી કુલ 19.80 લાખનો જથ્થો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગઇકાલે લાલપુરના ઢાંઢર નદી નજીકના પટાંગણમાં બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.
લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી સમિતિના અધ્યક્ષ સ્થાને એસ.જે. અસ્વાર ( સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ લાલપુર )તથા સભ્ય આર.બી.દેવધા (નાયબ પોલીસ અધિક્ષક જામનગર ગ્રામ્ય) તથા વી.એસ. પટેલ (સર્કલ પો. ઈન્સ જામનગર- ગ્રામ્ય વિભાગ જામનગર) તથા કે. એલ. ચાવડા (મામલતદાર લાલપુર), એમ.સી.વાળા (નશાબંધી અને આબકારી અધિકારી વિભાગ જામનગર), વાય.જે. વાધેલા (પો.ઈન્સ જામજોધપુર પોલીસ સ્ટેશન) બી.બી.કોડીયાતર મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન તથા એસ.પી.ગોહિલ ( લાલપુર પોલીસ સ્ટેશન)ની હાજરીમાં કાર્યવાહી હાથ ધરાઇ હતી.
લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢાંઢાર નદીના કાઠે ભારતીય બનાવટનો જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુન્હા ઓમાં પકડાયેલ ઇંગલિશ દારૂ ની બોટલો તથા બિયર ના ટીન તેમજ ચપટા નંગ-7802 જેની કી.રૂ 19.80.250 થવા જાય છે તેનો કોર્ટ ના હુકમ અન્વયે સમિતિના અધ્યક્ષ તેમજ સમિતિ સભ્યોની હાજરીમાં સદરહુ મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો.અને દારૂનાં જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગેંગસ્ટર લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ USમાં ઝડપાયો, સલમાનના ઘરે ફાયરિંગ કેસ સાથે જોડાયેલ છે તાર
November 18, 2024 08:10 PMજામનગર એસીબીની સફળ ટ્રેપ, સુરેન્દ્રનગરમા ખાણ ખનિજ ખાતાના ક્લાર્કને રૂ10 હજારની લાંચ લેતા ઝડપ્યો
November 18, 2024 06:23 PMજામજોધપુર તાલુકાના ગીંગણી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડાયાબીટીસ દિવસની ઉજવણી કરાઈ
November 18, 2024 06:09 PMજામનગર: તીનબતી ચોક ઝુલેલાલ મંદિર પાસે બે યુવાનો પર જીવલેણ હુમલો
November 18, 2024 05:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech