ખંભાળિયામાં 12,502 પશુઓની સારવાર કરાઈ

  • October 09, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશુ સેવામાં ખંભાળિયાની કરુણા એમ્બ્યુલન્સની નોંધપાત્ર કામગીરી


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા સાત વર્ષથી કરુણા એમ્બ્યુલન્સ 1962 દ્વારા પશુઓને સારવાર આપવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા કરુણા એમ્બ્યુલન્સના 7 વર્ષ પૂર્ણ થતા આ અંગે ખાસ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો તેમજ દવાખાનાના ડો. અતુલ પટેલ દ્વારા કેક કટીંગ કરવામાં આવ્યું હતું સાથે ઈ.એમ.આર.આઈ.ના ડોક્ટર અને પાયલોટ સાથે જિલ્લાના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર મનોજ ચૌહાણ તાલુકાના પશુ દવાખાનાનો સ્ટાફ પણ આ આયોજનમાં જોડાયો હતો.

જિલ્લામાં 1962 કરુણા એમ્બ્યુલન્સની શરૂઆત 6 ઓક્ટોબર 2017 થી થઈ હતી. જે ખંભાળિયા તાલુકા માટે કાર્યરત છે. ત્યારે સાત વર્ષના સમયગાળા દરમિયાન આ એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાના કુલ 12,502 પશુઓની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી.

રાજ્યમાં મૂંગા અને બીમાર પશુઓને સારવાર મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં 6 ઓક્ટોબર 2017 થી જુદા જુદા જિલ્લાઓમાં આ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ખંભાળિયા વિસ્તારમાં રસ્તે રઝળતા કુતરા, બિલાડી, કબૂતર જેવા કોઈપણ ઇજાગ્રસ્ત કે બીમાર પશુઓ જણાય તો તુરંત જાણ કરવા 1962 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ડોક્ટર રાજકુમાર અને પાયલોટ ધર્મેશભાઈ દ્વારા આમ જનતાને અપીલ કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application