જામ્યુકોની ૧૦૦ ટકા વ્યાજ માફી તા.૩૧ માર્ચ સુધી: લોકોને લાભ લેવા અપીલ

  • March 05, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા.૧૫ થી તા.૨૯ ફેબ્રુઆરી દરમ્યાન ૬૪૮૫ મિલ્કત ધારકોએ રુા.૭.૨૬ કરોડની બાકી રકમ ભરપાઇ કરી: રુા.૧.૪૫ કરોડનું વ્યાજ મેળવ્યું

જામનગર મહાનગરપાલિકા દ્વારા ૧૦૦ ટકા વ્યાજ માફીના હવે છેલ્લા દિવસો છે, આ મહીનાના અંત એટલે કે તા.૩૧ માર્ચ સુધીમાં મિલ્કત વેરા, વોટર ચાર્જીસ અને વ્યવસાય વેરામાં ૧૦૦ ટકા વ્યાજ માફી યોજના જાહેર કરેલ છે, જેનો લાભ લેવા જામ્યુકોએ અપીલ કરી છે.
કોર્પોરેશનના આસી.કમિશ્નર ટેકસના જણાવ્યા અનુસાર તા.૧૫ ફેબ્રુઆરીથી ૨૯ ફેબ્રુઆરી દરમ્યાન ૬૪૮૫ મિલ્કત ધારકોએ રુા.૭.૨૬ કરોડની રકમ ભરપાઇ કરી છે, આ યોજના હવે લગભગ ૨૫ દિવસ બાકી છે, વ્યવસાય વેરામાં ૨૭૪ લોકોએ ૧૩૬૮૪૩૮ રકમ ભરપાઇ કરી છે અને ૬૦૮૮૮૯ રકમની વ્યાજ માફી મેળવી છે. ૨૦૨૩-૨૪ના બીલો બજવવાની કામગીરી શરુ થઇ ચૂકી છે, ૧૧૨૪૮૫ મિલ્કત ધારકોને રજીસ્ટર મોબાઇલ ઉપર એસએમએસ કરવાનું શરુ કરી દેવાયું છે. જામનગર મહાપાલિકા દ્વારા કોર્પોરેશન મુખ્ય કચેરી, શરુ સેકશન, રણજીતનગર અને ગુલાબનગર સીવીક સેન્ટર, રિકવરી વેન, જામનગર મહાપાલિકાની વેબસાઇટ ઉપર ટેકસ ભરી શકાશે.
કોર્પોરેશન દ્વારા એડવાન્સ ટેકસ ભરનારને ૧૦ ટકા, સીનીયર સીટીજનને વધુ ૫ ટકા રીબેટ આપવામાં આવ્યું છે જયારે શારીરીક ખોડખાપણ ધરાવતી વ્યકિતને ૧૫ ટકા, બીપીએલ કાર્ડ ધારકોને ૧૫ ટકા, ક્ધયા છાત્રાલયને ૨૫ ટકા, માજી સૈનિકોને ૨૫ ટકા, સ્વાતંત્ર્ય સેનાની અને શહીદની વિધવાઓ તેમજ અનાથ આશ્રમ, વૃઘ્ધાશ્રમ, અપંગ આશ્રમ અને અંધાશ્રમને કરવેરામાં ૨૫ ટકાની રાહત આપવામાં આવે છે જયારે ઓનલાઇન ટેકસ ભરનારને ૨ ટકા ટેકસ અપાય છે, એટલું જ નહીં સતત ૩ વર્ષ એડવાન્સ ટેકસ ભરનારને વધુ ૨ ટકાની રાહત આપવામાં આવે છે.
તા.૩૧ માર્ચ બાદ આ યોજના પુરી થઇ જશે ત્યારે નિયમ પ્રમાણે ટેકસ અને વ્યાજ સાથે રકમ લેવામાં આવશે અને મિલ્કત ન ભરનારની મિલ્કત જપ્ત કરવામાં આવશે તેમ જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application