રાજકોટમાં વધુ 100 ઇલેક્ટ્રિક એસી સિટી બસ દોડશે

  • July 24, 2024 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સંચાલિત સિટી બસ સેવામાં ટૂંક સમયમાં વધુ ૧૦૦ ઇલેકિટ્રક એરકન્ડિશન બસ નાગરિકોની સેવામાં મુકવામાં આવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત આજરોજ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્રારા કરાઇ હતી. તાજેતરમાં રાય સરકાર સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં આ મુદ્દે ચર્ચા વિચારણા થયાનું તેમણે ઉમેયુ હતું.

વિશેષમાં ચેરમેનએ જણાવ્યું હતું કે હાલ સિટી બસ અને બીઆરટીએસ બસ સેવામાં ૧૧૭ બસ મુસાફરોની સેવામાં છે પરંતુ યારથી મહાનગરપાલિકા હસ્તક સિટી બસ સેવા શરૂ કરાઇ ત્યારથી એના એ જ ૫૦થી ૫૨ જેટલા ટ ઉપર સિટી બસ દોડી રહી છે. દરમિયાન હવે શહેરની વસ્તી અને વિસ્તાર વધતા સિટી બસના રૂટ લંબાવવા, નહીંવત કે ઓછો ટ્રાફિક રહેતો હોય તેવા ટ ટૂંકાવવા તેમજ નવા રૂટ શરૂ કરવા માટે એક મિટિંગ યોજીને જર જણાય તે તમામ ટ રિવાઇઝ કરાશે.

તેમણે ઉમેયુ હતું કે મહાનગરપાલિકા દ્રારા ૨૦૦૭–૦૮થી સિટી બસ સેવાનું સંચાલન સંભાળવામાં આવ્યા બાદ અંદાજે છેલ્લા ૧૬–૧૭ વર્ષથી સિટી બસના ટની ઉંડાણપૂર્વક સમીક્ષા કરાઇ નથી જે હવે કરાશે. અમુક ટમાં નહીંવત અથવા ઓછો ટ્રાફિક મળતો હોય તેવા ટ ટૂંકાવાશે અથવા બધં કરાશે. વધુ ટ્રાફિક રહેતો હોય તેવા ટ ઉપર ફ્રિકવન્સી વધારાશે. શહેરની હદમાં નવા ગામ ભળ્યા બાદ વસ્તી અને વિસ્તાર વધ્યા છે આથી ડિમાન્ડ અને જરિયાત મુજબ અનેક નવા ટ પણ શ કરવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં નગરસેવકો તેમજ નાગરિકો પાસે સૂચનો મંગાવવામાં આવશે.
તાજેતરમાં શ કરાયેલા વોર્ડવાઇઝ લોકદરબારમાં પણ સિટી બસને લગતી ફરિયાદો આવતા હવે વોર્ડવાઇઝ સિટી બસની ફરિયાદો પણ ખાસ ગંભીરતાપૂર્વક ધ્યાને લઇને ઉકેલવામાં આવશે તેમ ચેરમેનએ જણાવ્યું હતું.
અલબત્ત આ ૧૦૦ ઇલેકિટ્રક એસી બસ કયારથી આવશે અને એક સાથે આવશે કે તબક્કાવાર ફાળવણી થશે તે સહિતની વિગતો આગામી દિવસોમાં જાહેર કરાશે, એક ઇલેકિટ્રક બસની ઓન રોડ પ્રાઇસ .૧.૨૦ કરોડ છે તે ઉલ્લેખનીય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application