ખંભાળિયામાં 'ઈશ્વર વિવાહ' ઉત્સવ

  • October 15, 2024 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં વારાહી ચોક ખાતે નવરાત્રીના નવ દિવસ દરમિયાન દરરોજ પુરુષોની ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં પુરુષો ધોતી કે પીતાંબર પહેરીને પરંપરાગત રીતે માતાજીની આરાધના કરે છે.


આ સમગ્ર મહોત્સવમાં બાળલીલા, નાગબાઈ, ઓખા હરણ, દશાવતાર, લવ કુશ, રામાયણ જેવા છંદ તેમજ છેલ્લે હવનાષ્ટમીના દિવસે ઈશ્વર વિવાહનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો.


નવરાત્રીના આ સમગ્ર આયોજનને સફળ બનાવવા જ્ઞાતિ પ્રમુખ પંકજભાઈ પંડ્યા તેમજ ટ્રસ્ટી મંડળના હરીશભાઈ જોશી, રોહિતભાઈ શુક્લ, ભાર્ગવભાઈ શુક્લ, હિતેશભાઈ શુક્લ, અભયભાઈ પંડ્યા, હાર્દિકભાઈ વ્યાસ, અમિતભાઈ શુક્લ, હિતેશભાઈ શુક્લ, રવિભાઈ જોશી, ચિરાગભાઈ શુક્લ, હાર્દિકભાઈ જોશી, સન્નીભાઈ શુક્લ, શિરીષભાઈ જોશી, તપનભાઈ શુક્લ સહિતના કાર્યકરોએ નોધપાત્ર જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application