"ક્ષિતિજની પેલે પાર" બાળ વૈજ્ઞાનિકો જોઇ શકે છે, તે બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કુલ્સના સાયન્સ ફેરમાં જોવા મળ્યુ...

  • April 04, 2024 10:01 AM 

જામનગરની બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓ હંમેશા કઇક વિશીષ્ટ પ્રતિભા સાથે વરસોથી ઉભરી રહ્યા છે કેમકે શાળામાં પ્રથમથી જ  બાળકોનુ ભાવિ કંડારવા માટે તેમની ચેતનામાં હકારાત્મકતાનું સિંચન કરાય છે તેવો  એક રિવ્યુ સાયન્સ ફેર વખતે વિદ્યાર્થીઓની વિવિધ કૃતિઓ જોઇને સામે આવ્યો છે.


શિક્ષણ અને કેળવણીનો સમન્વય થાય એટલે બાળકનો સર્વાંગી વિકાસ થાય છે વર્ગખંડના શિક્ષણ વાંચન લેખન સ્વાધ્યાય ઉપરાંત ઇન્ડોર કે આઉડડોર ગેઇમ ,વક્તૃત્વ સહિતની સ્પર્ધાઓ,પ્રવાસ,શિક્ષણ મેળવ્યા બાદ લેખીત કે મૌખીક કસોટી કે એનું ચિત્રાંકન વગેરે અનેક આયામો છે બાળકોને વિકસાવવા માટેના જે માટે બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કુલ્સ હંમેશા અપડેટસ થાય છે જે આ સંસ્થાનો પ્લસ પોઇન્ટ છે બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કુલ્સના મેનેજીંગ ડાયરેક્ટર શ્રીમતિ ઉસ્મિતાબેન ભટ્ટ તેમજ ચેરમેન શ્રી આશોકભાઇ ભટ્ટ જણાવે છે કે વિવિધ વિષયોને જેમ મહત્વ આપીએ છીએ તેમ અમે વિજ્ઞાનને પણ એટલુંજ મહત્વ આપી વિદ્યાર્થીઓ સારા ગુણ મેળવે તેટલુજ માત્ર નહી તેમને કોઇપણ સ્પર્ધાત્મક પરીક્ષા પણ જાણે પરિચિત લાગે તે દિશામા જહેમત ઉઠાવીએ છીએ.


તાજેતરમાં સંસ્થામા સાયન્સ ફેર(વિજ્ઞાન મેળો)યોજાયો હતો જેમા રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને આ વિજ્ઞાનના પેટા વિષયો વગેરેના અભ્યાસથી જે પારંગતતા આવી હોય તેના પ્રયોગો,ચિત્રો,પ્રતિકો,પ્રક્રિયાઓ,માળખુ વગેરે એવા બનાવવામાં આવ્યા હતા કે વાલીઓ તેમજ મુલાકાતીઓ,મીડીયાના શુભેચ્છકો સૌ દંગ રહી ગયા હતા એટલુંજ નહી આ બધુ જ પ્રેઝન્ટ કરતી વખતે બાળકો દ્વારા પ્રશ્ર્નોના જવાબ પણ અાપવામાં આવતા હતા. ખુબ સહજ જોવા મળતા આ બાળકોએ જ્ઞાન પચાવ્યુ છે તેની પ્રતિતિ ચોક્કસ થતી હતી જેનો શ્રેય બ્રિલિન્ટ ગૃપ ઓફ સ્કુલ્સ ના શિક્ષકો અને સંચાલકોને ફાળે જાય છે જોકે ચેરમેન શ્રી ભટ્ટે જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓની રૂચી ધ્યાનમાં લઇ આપવામાં આવતા ટાસ્કમા અકલ્પનીય પરીણામો સંસ્થાના બાળકો આપે છે જેનુ અમને પણ ગૌરવ થતુ હોય છે અને વાલીઓ જેટલો અમને સંતોષ થાય છે.


કે.જી.લઇ ધોરણ ૧૨ સુધીના અભ્યાસ ચલાવતી આ શૈક્ષણિક સંસ્થાનુ જામનગરના શિક્ષણ જગતમાં નોંધપાત્ર પ્રદાન છે અને ધોરણ પાંચથી જ વિજ્ઞાન અને ટેકનોલોજીનુ શિક્ષણ અપાતુ રહ્યુ છે અને માટે ૪૨૫ વિદ્યાર્થીઓએ મળીને સાયન્સ ફેર માં ૯૦ પ્રોજેક્ટ રજુ કર્યા હતા જે વિદ્યાર્થીઓના શિક્ષણનું પ્રતિબિંબ ગણાય છે હાલ જ્યારે દરેક ક્ષેત્રમા ટેકનોલોજીની કમાલ છે અને આ ટેકનોલોજી વિજ્ઞાનના સિદ્ધાંતોને આધારે કામ કરે છે માટે વિજ્ઞાનનુ શિક્ષણ આમ પણ અનિવાર્ય બને છે ત્યારે વાલીઓના અભિપ્રાય મુજબ તેમના બાળકોને બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થી છે તેનું ગૌરવ છે આ જ શાળાની પ્રસશ્તિ અને લોકપ્રિયતાની પારાશીશી છે તેસ્વાભાવિક રીતે સમજી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application